હાલોલ તાલુકાના તલાવડી(વેડ) ગામે આવેલી નવજીવન હાઈસ્કૂલમાં ગીતા જયંતી પર્વ નિમિત્તે તા. 01-12-2025 ના રોજ નિબંધ સ્પર્ધાનંવ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વીસ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધકોએ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા-એક જીવનગ્રંથ’ વિષય પર નિબંધ લખ્યો હતો. ભગવાન કૃષ્ણએ ‘માગશર સુદ અગિયારસ’ ના દિવસે અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું હોવાથી, આ દિવસને ‘ગીતા જયંતી’ તરીકે ઉજવવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. ગીતાજી એ હિંદુઓનો ધર્મગ્રંથ તો છે જ પરંતુ સાથે-સાથે વિશ્ર્વના તમામ લોકોને જીવન જીવવા માટે માર્ગદર્શન આપતો જીવનગ્રંથ છે. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક ધો.10ની વિદ્યાર્થીની રાઠવા લક્ષ્મીબેન તેરસિંગભાઈ એ મેળવ્યો હતો. જ્યારે દ્વિતીય ક્રમાંકે નિમેશ બારીઆ અને તૃતીય ક્રમાંકે હેતલબેન બારીઆ રહ્યા હતા. શાળાના આચાર્ય રતનસિંહ પરમાર તથા અન્ય શિક્ષકગણ જે.એચ.પટેલ અને સુધાબેન ગામીતે વિજેતા બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષક જયદીપસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.