પંચમહાલ મતદાર યાદી સુધારણામાં મતદારોને પડી રહેલી હાલાકીને લઈ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કલેકટરને લેખિત રજુઆત

પંચમહાલ જીલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં પડી રહેલી હાલાકી અને બી.એલ.ઓ. સ્તરે જોવા મળતી વિસંગતાઓને લઈ પંચાહાલ જીલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈએ 1 ડીસેમ્બરના રોજ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. આ રજુઆતમાં મતદારોની પરેશાની દુર કરવા તાત્કાલીક કાર્યવાહી માંગ કરવામાં આવી છે.

પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં આપવામાં આવેલ આવેદનમાં જણાવ્યું હતું કે, મતદાર સુધારણા માટે બી.એલ.ઓ. દ્વારા આપવામાં આવતા ફોર્મ ભરવા બાબતે મતદારોમાં ગુુંચવણા પૂવર્તી રહી છે. કેટલાક બી.એલ.ઓ. મતદારોને ફોર્મમાં માત્ર નામ અને પ્રથમ વિભાગ ભરવાનું કહે છે. જ્યારે અન્ય બી.એલ.ઓ. સંપૂર્ણ ફોર્મ ભરવાનો આગ્રહ રાખે છે. આ વિરોધાભાષી સુચનાઓને કારણે મતદારો અટવાયા છે. આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા તમામ બી.એલ.ઓ.ને સ્પષ્ટ અને એકસરખી સુચનાઓ આપવાની માંગ કરાઈ છે. વધુમાં ધણાં કિસ્સાઓમાં બી.એલ.ઓ. પાસે નવા યુવા મતદારો માટેના પૂરતા ફોર્મ ઉપલબ્ધ હોતા નથી. જેના કારણે નવા મતદારો નોંધણીથી વંચિત રહી જાય છે. જેના કારણે નવા મતદારો નોંધણીથી વંચિત રહી જાય છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે પણ પુરતી માહિતી કે, માર્ગદર્શન ન મળતા યુવાનો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રજુઆતમાં 2002ની મતદાર યાદીના મુદ્દાને પણ ગંભીરતાથી રોકવામાં આવ્યો છે. અનેક વિસ્તારોમાં નેટવર્કની સમસ્યાને કારણે ઓનલાઈન એપ્લીકેશન ખુલતી નથી. જેથી જુની યાદીમાં નામ શોધવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને જે મતદારો હાલ ગુજરાતમાં સ્થાયી થયા છે, પરંતુ 2002માં પરપ્રાંતમાં હતા. તેમના નામ શોધવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા સરળ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામં આવે તેવી માંગણી કરવામાં આવે છે. જેથી મતદારોને પડતી હાલાકી દુર કરી શકાય છે.