નસવાડી જુથ ગ્રામ પંચાયતના સરપંચ તડવી મેહુલ પ્રકાશભાઇ સામે ગ્રામ પંચાયતના સભ્યોમાં લાંબા સમયથી અસંતોષ જોવા મળી રહ્યો હતો.
પંચાયતમાં કરોડો પિયાની ગ્રાન્ટ આવી હોવા છતાં તેના ઉપયોગ માટે વિકાસના કામો અંગે જરૂરી કાર્યવાહી કરી ન હોવાથી સરપંચ અને સભ્યો વચ્ચેનો વિવાદ સતત વકરતો રહ્યો હતો. તા.૧૪ ઓકટો.ના રોજ ૧૨ સભ્યોએ એકત્રિત થઈ સરપંચ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત રજુ કરી હતી. નિયમ મુજબ અવિશ્ર્વાસની દરખાસ્ત રજુ થયા બાદ નિર્ધારિત સમયગાળામાં બેઠક બોલાવવાની જવાબદારી સરપંચની હતી. સરપંચ દ્વારા બેઠક બોલાવવામાં ન આવતા અને એજન્ડા જાહેર ન થતાં મામલો વધુ ગુંચવાયો હતો. ૧૫ દિવસનો સમયગાળો પુર્ણ થયા બાદ તલાટી કમ મંત્રીએ સમગ્ર બાબત અંગે તાલુકા વિકાસ અધિકારીને અહેવાલ મોકલ્યો હતો. તે બાદ તાલુકા વિકાસ અધિકારીએ અવિશ્ર્વાસની દરખાસ્ત પર મતદાન પ્રક્રિયા હાથ ધરવા માટે તા.૪ નવેમ્બરના રોજ બેઠક યોજવાનો એજન્ડા જાહેર કર્યો છે. આ બેઠકમાં અધ્યક્ષ તરીકે તાલુકા ૫ંચાયત વિસ્તરણ અધિકારીને જવાબદારી સોંપી છે. અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર કરાવવા માટે જરી બહુમતી નિર્ણાયક સાબિત થશે. ૧૨ સભ્યોમાંથી ઓછામાં ઓછા ૯ સભ્યોનો ટેકો જરી છે. તેથી આગામી બેઠકમાં સભ્યોનુ વલણ સરપંચનુ ભાવિ નકકી કરશે. સભામાં સભ્યો દ્વારા હાથ ઉંચા કરી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.