દિવાળી અને છઠ પુજા સહિતના આગામી તહેવારો દરમિયાન મુસાફરોની વધતી જતી સંખ્યા અને વધારાના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પશ્ર્ચિમ રેલ્વે દ્વારા હુબબલ્લી-ખાતીપુરા સ્ટેશનો વચ્ચે સાપ્તહિક સ્પે.ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવાયો છે. જેનો સીધો લાભ ગોધરા અને આસપાસના વિસ્તારના મુસાફરોને મળશે.
ટ્રેન નં.-૦૭૩૭૧ હુબબલ્લી-ખાતીપુરા સ્પે.ટ્રેન દર શનિવારે હુબબલ્લીથી રાત્રે ૧૧.૫૦ વાગ્યે ઉપડશે અને વડોદરા થઈ ગોધરા પહોંચશે. ત્યારબાદ રતલામ સોમવારે સવારે ચિત્તોડગઢ થઈને સોમવારે બપોરે ૧૪.૪૦ વાગ્યે ખાતીપુરા પહોંચશે. આ ટ્રેન ૩૧ ઓકટો.થી ૫ ડિસેમ્બર-૨૦૨૬ દરમિયાન સુધી દોડશે. ટ્રેન નં.-૦૭૩૭૨ ખાતીપુરા-હુબબલ્લી સ્પે.ટ્રેન પરત ફરતા દર સોમવારે ખાતીપુરાથી રાત્રે ૮.૪૫ વાગ્યે ઉપડીને ચિત્તોડગઢ અને રતલામ થઈને ગોધરા પહોંચશે.આ ટ્રેન બંને દિશાઓમાં ગોધરા ઉપરાંત વડોદરા, ઉધના, વસલાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, લોનાવાલા, પુણે, દોૈંડ,સોલાપુર, વિજયપુરા, બાહગલકોટ, ગદગ, રતલામ, ચિત્તોડગઢ, ભીલવાડા, અજમેર અને જયપુર જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે એસી-૨ ટીયર, એસી-૩ ટીયર, ઈકોનોમી, એસી-૩ ટીયર, સ્લીપર કલાસ અને જનરલ સેક્ધડ કલાસમાં કોચ જોડવામાં આવશે. તહેવારોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, ગોધરાના મુસાફરો માટે આ ટ્રેન આર્શિવાદપ છે.