મહિસાગર નલ સે જલ કોૈભાંડમાં વાસ્મોના સસ્પેન્ડેડ યુનિટ મેનેજરની જામીન અરજી નામંજુર

મહિસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં થયેલા કરોડોના કથિત કોૈભાંડમાં સીઆઈડી ક્રાઈમે વાસ્મોના સસ્પેન્ડેડ યુનિટ મેનેજરની ધરપકડ કરી હતી. લુણાવાડા કોર્ટમાં રજુ કરાયેલા આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દેતા જેલ હવાલે રાખવાનો હુકમ કર્યો છે.

આરોપી વાસ્મોના સસ્પેન્ડેડ યુનિટ મેનેજર અબ્બાસ અલી ગુલામ હૈદર રાજપરાએ મંજુર કરેલા અંદાજે ૧૨૩ બિલોના બદલામાં ૧૦ ટકા લેખે લાંચ મેળવી હોવાનો આક્ષેપ છે. જેમાં ૩ ટકા રકમ રોકડમાં અને બાકીના ૭ ટકા રકમ વિવિધ એજન્સીઓ પાસેથી કમિશન પેટે મેળવી હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. આરોપીને માત્ર રૂ.૨૫ લાખ સુધીના ટેન્ડર મંજુર કરવાની સત્તા હોવા છતાં સત્તાની મર્યાદા ઓળંગીને ૮ ગામોના ઉંચી કિંમતના ટેન્ડરો મંજુર કર્યા હતા. ૧૬૯ ગામોમાં ટેન્ડરો કે કરારખત કર્યા વિના મનસ્વી રીતે કામોના કોન્ટ્રાકટ આપ્યા હોવાનો ખુલાસો થયો છે. કોૈભાંડમાં પાઈપલાઈના કામોમાં મોટાપાયે ગેરરિતી આચરી છે. ૨૫૮૯ મીટર પાઈપનુ વહન ટુ-વ્હિલર મારફતે થયુ હોવાનુ દસ્તાવેજોમાં દર્શાવી બોગસ બિલિંગ કરાયુ હતુ. રેકોર્ડ મુજબ ૪૭૮૦ મીટર પાઈપલાઈનનુ ચુકવણુ કરાયુ હોવા છતાં સ્થળ તપાસમાં માત્ર ૨૪૮૦ મીટર પાઈપલાઈન જ મળી આવી હતી. ૨૩૦૦ મીટર પાઈપલાઈનના ખોટા ચુકવણાનો મામલો રેકોર્ડ ઉપર આવ્યો છે. ‚.૧૬.૨૫ કરોડથી વધુના ખર્ચે ખરીદાયેલા પાઈપ ૭૪ ગામોની પાણી સમિતિઓ સુધી પહોંચાડી ન હતી. પાઈપની નબળી ગુણવત્તા છુપાવવા માટે આશરે ૫૭૦ બનાવટી ટેસ્ટિંગ રિપોર્ટ તૈયાર કર્યાનો પણ આક્ષેપ છે. આ તમામ ગેરરિતીઓ, ગુનાની ગંભીરતા અને સમગ્ર કોૈભાંડમાં આરોપીની મુખ્ય ભુમિકાને ધ્યાનમાં રાખીને લુણાવાડા કોર્ટે આરોપી વાસ્મોના સસ્પેન્ડેડ યુનિટ મેનેજર અબ્બાસ અલી ગુલામ હેૈદર રાજપરાના જામીન નામંજુર કર્યા હતા.