મહિસાગર નલ સે જલ કોૈભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની હાલોલથી ધરપકડ

–કોન્ટ્રાકટરે રૂ.14.40 લાખનુ કોૈભાંડ આચર્યુ હોવાની વિગતો બહાર આવી

મહિસાગર જિલ્લાના નલ સે જલ યોજનામાં કોૈભાંડના વધુ એક કોન્ટ્રાકટર આરોપીની સીઆઈડી દ્વારા હાલોલથી ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી દ્વારા એક પછી એક કોૈભાંડીઓની ધરપકડ કરવામાં આવતા અન્ય કોૈભાંડીઓમાં ફફડાટ સાથે નાસભાગ મચી જવા 5ામી છે.

મહિસાગર જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત સરકારી તિજોરીને રૂ.123 કરોડનુ નુકસાન પહોંચાડી ચોંકાવનારૂ કોૈભાંડ રાજયભરમાં ચર્ચામાં છે. જિલ્લાના 620 ગામો પૈકી 467 ગામોમાં પાઈપ ખરીદીના ફોર્જ/ખોટા ઈન્વોઈસ ઉભા કરી સમગ્ર કોૈભાંડ આચર્યુ હતુ. આ કિસ્સામાં વાસ્મો દ્વારા અત્યાર સુધી 12 કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જેમાં સીઆઈડી દ્વારા વધુ એક કોન્ટ્રાકટર બાબુભાઈ ખેમાભાઈ પટેલની હાલોલ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. બાબુભાઈ દ્વારા રૂ.14.40 લાખનુ કોૈભાંડ આચર્યુ હોવાનુ વિગતો સામે આવી છે. અત્યાર સુધીમાં કુલ 15 આરોપીઓ ઝડપાયા છે. અને 16 જેટલા આરોપીઓની જામીન અરજીઓ નામંજુર કરવામાં આવી ચુકી છે. અદાલતના આ નિર્ણયથી અન્ય કોૈભાંડીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.