
મહીસાગર એલ.સી.બી.એ વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૪.૯૭ લાખ રૂપિયાનો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ૨૫૦૧ નંગ દારૂની બોટલો અને વાહન સહિત કુલ ૧૦.૦૨ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે.
મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન અને ઈં/ઈ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા દ્વારા પ્રોહિબિશનની અસામાજીક પ્રવૃત્તિઓ કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને મહીસાગર કઈઇ પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જીલ્લામાં પ્રોહિબિશન વોચ તપાસ કરી રહ્યા હતા.
આ દરમિયાન LCBસ્ટાફના માણસો વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે હેન્ડ કોન્સ્ટેબલ મહીપાલસિંહને બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ હ્યુન્ડાઈ વેન્યુ ગાડીમાં વિદેશી દારૂ ભરીને ચોરીવાડ હેલોદર થઈ ઉભરણ ચોરસા તરફ જઈ રહી છે.
આ બાતમીના આધારે LCBટીમે વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચિખલી જોજા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. બાતમી મુજબની હ્યુન્ડાઈ વેન્યુ ગાડી આવતા LCB ટીમે વાહનોની આડશ કરી ગાડીને રોકી લીધી હતી અને તેમાં સવાર એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
ગાડીની પંચો રૂબરૂ તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૦૫૧ નંગ બોટલો મળી આવી હતી. આ દાની કિંમત ૪,૯૭,૨૯૭ રૂપિયા આંકવામાં આવી છે. દારૂ અને વાહન સહિત કુલ ૧૦,૦૨,૨૯૭, રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ અંગે વિરપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીનું નામ પ્રતાપ મસુરભાઈ ડામોર છે, જે કાલિયાકુવા, ધોળા ખાખરા ફળીયુ, તા. મેઘરજ, જી. અરવલ્લીનો રહેવાસી છે.