મહિસાગર જિલ્લામાં નલ સે જલના ૧૨૩ કરોડ પિયાના કોૈભાંડના ગુનામાં નાસતા ફરતા બે કોન્ટ્રાકટરોની ધરપકડ સીઆઈડીએ કરી છે. બે કોન્ટ્રાકટરો પકડાતા ધરપકડનો આંકડો ૪૮ને પાર પહોંચ્યો છે. પકડાયેલા બંને કોન્ટ્રાકટરોએ ૧.૪૮ કરોડની ઉચાપત કરી હોવાનુ તપાસમાં ખુલ્યુ છે.
મહિસાગર નલ સે જલ કોૈભાંડમાં સીઆઈડી ક્રાઈમના તપાસ અધિકારી અશ્ર્વિન પટેલે બે નવા કોૈભાંડીઓની ધરપકડ કરી છે. જેમાં ગજેન્દ્રસિંહ રમણલસિંહ ગોહિલ (વૈષ્ણવી ક્ધસ્ટ્રકશન)દ્વારા જિલ્લાના ખાનપુરના, લુણાવાડાના, કડાણા અને સંતરામપુરના કુલ ૧૬ ગામોમાં કામગીરીના નામે .૧.૨૭ કરોડ ઉપરાંતની ગેરરિતી આચરી હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે. જયારે વસંતભાઈ છગનભાઈ પરમાર સત્તાવાર કોન્ટ્રાકટર ન હોવા છતાં બાલાસિનોરના જનોડ અને વસાદરા ગામની પાણી સમિતિના સરપંચ સાથે સાંઠ ગાંઠ કરીને .૨૧ લાખ જેવી માતબર પોતાના ખાતામાં ટ્રાન્સ્ફર કરાવી હોવાનુ સીઆઈડી ક્રાઈમમાં ખુલ્યુ છે. જિલ્લાના કુલ ૭૧૪ ગામોમાંથી ૬૨૦ ગામોમાં આ યોજના હેઠળ કામગીરીના નામે ગેરરિતી આચરાઈ હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે કે, મહિસાગર જિલ્લામાં સરકાર દ્વારા ધર ધર નળની સુવિધા આપવા માટે નલ સે જલ યોજના બનાવી હતી. જોકે તેમાં સોૈથી મોટો ભ્રષ્ટાચાર થતાં સીઆઈડી ક્રાઈમ દ્વારા કોૈભાંડીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.