ગણેશ ચતુર્થી નિમિત્તે પર્યાવરણની જાળવણી માટે કડક નિયમો: મૂર્તિની ઉંચાઈ ૯ ફૂટથી વધુ ન રાખવા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટનો આદેશ.
મહીસાગર જીલ્લામાં આગામી તા. ૧૫/૦૯/૨૦૨૬ થી શ થનાર ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવારની ઉજવણી સુચા રીતે થાય અને પર્યાવરણની જાળવણી જળવાઈ રહે તે હેતુથી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ સી.વી. લટા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાનો મુખ્ય ઉદ્દેશ્ય જળાશયોમાં થતું પ્રદૂષણ અટકાવવાનો અને જાહેર વ્યવસ્થા જાળવવાનો છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી સમગ્ર મહીસાગર જીલ્લામાં અમલી રહેશે.
જાહેરનામા મુજબ, પ્લાસ્ટર ઓફ પેરિસ (ઙ.ઘ.ઙ) માંથી બનેલી મૂર્તિઓના વેચાણ અને સ્થાપના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભગવાન્ ગણેશજીની પ્રતિમાઓ માત્ર કુદરતી ચીકણી માટી માંથી જ બનાવવાની રહેશે અને તેમાં માત્ર બિન-ઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવાનો રહેશે. મૂર્તિના કદ બાબતે પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જે મુજબ મૂર્તિની ઉંચાઈ બેઠક સહિત ૯ ફૂટથી વધુ ન હોવી જોઈએ. આયોજકો માટે સ્થાપનાના સ્થળની ઉંચાઈ ૧૨ ફૂટ અને વિસર્જન સરઘસ દરમિયાન વાહન સહિતની કુલ ઉંચાઈ ૧૫ ફૂટથી વધુ ન રાખવા તાકીદ કરવામાં આવી છે.
વિસર્જન યાત્રા અને મહોત્સવ દરમિયાન શાંતિ અને સુમેળ જળવાઈ રહે તે માટે લાઉડ સ્પીકર અને ડી.જે. સિસ્ટમના અવાજ પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ધ્વનિ પ્રદૂષણના નિયમો અને ગુજરાત સરકારની વખતોવખતની સૂચનાઓ મુજબ નિયત મર્યાદામાં જ સંગીત વગાડવાની છૂટ રહેશે. આ ઉપરાંત, વિસર્જન યાત્રામાં અન્ય ધર્મોની લાગણી દુભાય તેવા ચિહ્નો, ઉશ્કેરણીજનક ગીતો કે ચેનચાળા કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. વિસર્જન માટે પરમીટમાં દર્શાવેલ નિયત ટનો જ ઉપયોગ કરવાનો રહેશે અને રસ્તામાં ટ્રાફિકને અડચણ ન થાય તેની તકેદારી આયોજકોએ રાખવાની રહેશે.
મહોત્સવ દરમિયાન અબીલ, ગુલાલ કે અન્ય પાવડરના ઉડાડવા પર અને જ્વલનશીલ પદાર્થો કે ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ છે. જો મૂર્તિ ખંડિત થાય તો તેને બિનવારસી હાલતમાં ન છોડતા યોગ્ય રીતે નિકાલ કરવાની જવાબદારી આયોજકો અને સ્થાનિક સંસ્થાઓની રહેશે. આ જાહેરનામાના કોઈપણ નિયમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના હોદ્દા ધરાવતા તમામ અધિકારીઓને આ જાહેરનામાના ઉલ્લંઘન બદલ ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.