લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના લુંટેરી દુલ્હનના છેતરપિંડીના ગુનામાં નાસતી ફરતી બે મહિલા આરોપીને મહિસાગર જિલ્લા એસ.ઓ.જી.પોલીસે ગોધરા તથા નડિયાદ ખાતેથી ઝડપી પાડી હતી.
મહિસાગર જિલ્લા એસ.ઓ.જી.ના પો.સ.ઈ.એચ.બી.સીસોદિયા તથા સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. જે દરમિયાન પો.કો.મયુરસિંહ તથા પો.કો.નથુભાઈને બાતમી મળેલ કે, લુણાવાડા ટાઉન પોલીસ મથકના લુંટેરી દુલ્હનના છેતરપિંડીના ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપી સુરેખા ઉર્ફે રેખા રાજેશ યાદવ(રહે.પીપળાવાળી સોસાયટી, જાફરાબાદ, ગોધરા)હાલ તેના ધરે હાજર છે. જે બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે બાતમીવાળી જગ્યાએ જઈ મહિલા આરોપી સુરેખાને ઝડપી પાડી હતી. આ જ ગુનામાં નાસતીફરતી બીજી આરોપી લુંટેરી દુલ્હન કોકિલા ભીખાભાઈ પરમાર (રહે.હાલ નડિયાદ તાલુકાના કંજોડા ગામે)હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસ.ઓ.જી.પોલીસે કંજોડા ગામે તપાસ કરતા મહિલા આરોપી કોકીલા પરમાર મળી આવતા બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે લુણાવાડા ટાઉન પોલીસને સોંપી હતી.