નસવાડી તાલુકામાં આડેધડ બી.એસ.એન.એલ.વિભાગના અધિકારીઓ દ્વારા કેબલો નાંખવા માટે કોઈની પણ મંજુર વગર ખોદકામ કરે છે. નસવાડી તાલુકાના કોયારી ગામ પાસેથી બે જેસીબી લગાવી રેલ્વે વિભાગની જમીનમાં ખોદકામ કરતા રેલ્વે વિભાગના અધિકારીઓને જાણ થતાં તાત્કાલિક આ ખોદકામ બંધ કરાવી દીધુ છે.
બી.એસ.એન.એલ.વિભાગના અધિકારીઓ રેલ્વેની જમીનમાં કેબલ નાંખવા માટે અને ખોદકામ માટે મંજુરી લીધી ન હતી. જેને લઈને રેલ્વે વિભાગના અધિકારીઓ નસવાડી ખાતે દોડી આવ્યા હતા. અને જે ખોદકામ કર્યુ હતુ તે ફરી જેસીબી મશીનો પાસે પુરાણ કરાયુ હતુ.જયારે બી.એસ.એન.એલ.વિભાગના અધિકારીઓ ખેડુતોના ખેતરોમાં પણ મંજુરી વગર કેબલો નાંખી દે છે અને ખેતરોમાં ખોદકામ કરે છે.જયારે ખેડુતોની રજુઆત સાંભળવામાં આવતી નથી. જયારે સરકારના બે વિભાગો હાલ તો આમને સામને આવી ગયા છે.જયારે આ કેબલો નાંખવા માટે જે ખોદકામ થયુ તે એજન્સી સામે રેલ્વે વિભાગએ કામ બંધ કરાવીને સંતોષ માંડ્યો છે. જયારે કોઈ કાનુની કાર્યવાહી કરી નથી. જયારે કોઈ સામાન્ય વ્યક્તિ તેઓની જમીનમાં પ્રવેશે તો પોલીસ ફરિયાદો કરી દેવામાં આવે છે.