લુણાવાડા તાલુકાની સરકારી ખરાબાની જમીન પર થયેલા કથિત ગેરકાયદે દબાણના મામલે લુણાવાડા મામલતદારની મહેસુલી કોર્ટ દ્વારા મહત્વપુર્ણ હુકમ કરી સરકારી ખરાબા જમીન પર અનધિકૃત બાંધકામ અને દબાણ દુર કરી જમીન ખાલી કરવા, અને આ સંબંધે મહેસુલી વિભાગને કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
લુણાવાડા શહેરના સર્વે નં.-૧૧૮૯ (જુનો સર્વે નં.-૪૩૦)ની સરકારી ખરાબા જમીન પર અનધિકૃત રીતે બાંધકામ અને દબાણ કરી દેવાયા હતા. જે મામલે લુણાવાડા મામલતદારની મહેસુલી વિભાગ દ્વારા દબાણકર્તાઓને ગત તા.૨૩ જાન્યુઆરી-૨૦૨૬ ના રોજ નોટિસ આપી ૭ દિવસમાં સરકારી જમીન ખાલી કરવા જણાવાયુ હતુ. જે નોટિસ સામે ૨૧ દબાણકર્તાઓ પૈકીના નીબેન ચીમનલાલ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. જેને પગલે હાઈકોર્ટે પક્ષકારોને સાંભળીને નિર્ણય લેવા મોૈખિક હુકમ કર્યો હતો. જે બાદ મહેસુલ વિભાગ દ્વારા તમામને પુરાવા રજુ કરવા નોટિસ ઈશ્યુ કરાઈ હતી. પરંતુ દબાણકર્તાઓ દ્વારા કોઈ પુરાવા રજુ કરી શકયા ન હતા. જે બાદ લુણાવાડાના સર્કલ ઓફિસર અને જમીન માપણી અધિકારીની હાજરીમાં નકશો તૈયાર કરવા સાધનિક કાગળો તૈયાર કરાયા હતા. જે તમામ કોર્ટ કાર્યવાહી બાદ ગત તા.૫ જુનના રોજ લુણાવાડા મામલતદાર મહેસુલી કોર્ટ દ્વારા કોર્ટમાં રજુ થયેલા દસ્તાવેજો, ડી.આઈ.એલ.આર.ની માપણી તથા અન્ય પુરાવાઓના આધારે સર્વે નં.-૧૧૮૭(જુનો સર્વે નં.-૪૩૦)ની જમીન પ ગેરકાયદે દબાણ હોવાનુ જણાતા તમામ દબાણો દુર કરવા મહેસુલી કોર્ટે હુકમ કર્યો હતો.