–સ્કોર્પિયો કારમાંથી પિસ્તોલ સહિત 4 જીવતા કારતુસ મળી આવ્યા
કોઠંબાના નમનાર ગામના પાટીયા નજીક હાઈવે પરથી પોલીસે કારમાં તપાસ કરતા 38.79 લાખના 258.60 કિલો અફીણ પોષડોડાનો જથ્થા સાથે કારમાંથી એક પિસ્તોલ અને 4 જીવતા કારતુલ મળી પોલીસે 48.84 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને કોઠંબા પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે એનડીપીએસનીકલમ સહિતનો ગુનો નોંધીને એસઓજી પોલીસે તપાસ હાથ ધરી છે.
મહિસાગર જિલ્લા પોલીસની 112 મોબાઈલ પોલીસ વાને રાત્રિના સમયે કારમાં નશીલા પદાર્થ લઈને જવાના હોવાની માહિતી મળી હતી. પોલીસે તપાસ કરતા સ્કોર્પિયોમાં શંકાસ્પદ પદાર્થ ભરેલા મીણીયા થેલા જોવા મળ્યા હતા. આ માહિતીના આધારે કોઠંબા પોલીસને સ્કોર્પિયો કારમાંથી આશરે 38.79 લાખ રૂપિયાનો અફીણનો જથ્થો અને દેશી બનાવટથી પિસ્તોલ સાથે 4 જીવતા કારતુસ મળી આવ્યા હતા. આ ધટના કોઠંબા પોલીસ વિસ્તારમાં નમનાર ગામના પાટીયા નજીક હાઈવે પર બની હતી. જપ્ત કરાયેલ મુદ્દામાલમાં 258.60 કિ.ગ્રા.અફીણના જીંડવા (પોષડોડા)નો સમાવેશ થાય છે. જેની બજાર કિ.રૂ.38,79,000/-આંકવામાં આવી છે. આ ઉપરાંત 10 લાખ રૂપિયાની સ્કોર્પિયો એન મોડલની કાર, 5 હજાર રૂપિયાની પિસ્તોલ અને 400 રૂપિયાના જીવતા કારતુસ મળી કુલ રૂ.48,84,400/-નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જોકે આરોપી ડ્રાઈવર સ્થળ પર હાજર મળ્યો ન હતો.