લોલીપોપ ચોકલેટની ફેક્ટરીમાં ગંદકી જોઈ એએમસી ચોંક્યું, રૂ.૪.૫૦ લાખનો ૧૫૦૦ કિલો જથ્થો જપ્ત

અમદાવાદના હીરાવાડીમાં લોલીપોપ ચોકલેટ બનાવતી ફેક્ટરીમાં એએમસી ફૂડ વિભાગે દરોડો પાડતા ફેક્ટરીમાં ગંદકીનું સામ્રાજ્ય જાવા મળ્યું હતું સાથે જ નિયમોના ભંગ જેવી ગંભીર બાબતો સામે આવતા ચકચાર મચી . તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી આશરે ૧૫૦૦ કિલો સુગર બોઈલ્ડ લોલીપોપ ચોકલેટનો જથ્થો, જેની કિંમત અંદાજે રૂ. ૪.૫૦ લાખ હોવાનું જણાવાયું છે, જપ્ત કરી ફેક્ટરીને સીલ કરવામાં આવી છે.

હીરાવાડીના જી.ડી. હાઈસ્કૂલ રોડ પર આવેલી મનન ફૂડ નામની ફેક્ટરીમાં એએમસીના હેલ્થ ફૂડ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. અહીં નરેશ મંગવાણી દ્વારા સુગર બોઈલ્ડ કન્ફેક્શનરી અને લોલીપોપ મિક્સ ફ્લેવરનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ઉત્પાદન સ્થળે અસ્વચ્છતા જાવા મળી હતી. સાથે જ ફેક્ટરીમાં ભંગાર પણ મળી આવ્યો હતો. ખાદ્યપદાર્થોના ઉત્પાદન સ્થળે સ્વચ્છતાના નિયમોના પાલન અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.

ફૂડ વિભાગની તપાસમાં ફેક્ટરીમાં કામ કરતા કારીગરો દ્વારા જરૂરી સુરક્ષા અને સ્વચ્છતાના સાધનોનો ઉપયોગ ન કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. કારીગરોએ કેપ, એપ્રન અને ગ્લોવ્ઝ પહેર્યા નહોતા, જ્યારે તેમના મેડિકલ ફિટનેસ રિપોર્ટ પણ કરાવવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું.

જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે કાર્યવાહી કરતાં આશરે ૧૫૦૦ કિલોગ્રામ લોલીપોપ ચોકલેટનો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત રૂ. ૪.૫૦ લાખ હોવાનું જણાવાયું છે. નિયમોના ભંગ અને સ્થળ પર જાવા મળેલી અસ્વચ્છતાને પગલે છસ્ઝ્રના ફૂડ વિભાગે ફેક્ટરીને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી છે. સમગ્ર મામલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્‌સ એક્ટ, ૨૦૦૬ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

લોલીપોપ જેવી બાળકોમાં લોકપ્રિય ખાદ્યચીજનું ઉત્પાદન જ્યાં કરવામાં આવતું હતું ત્યાં જ સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતા ફૂડ સેફ્ટીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. એએમસીની કાર્યવાહી બાદ હવે ફેક્ટરીમાંથી ઉત્પાદિત અન્ય જથ્થા અને ઉત્પાદન પ્રક્રિયા અંગે પણ તપાસ થાય તેવી શક્્યતા છે