લીમખેડા તાલુકાની ૧૦ વર્ષ ૧૧ માસની સગીર બાળકી સાથે દુષ્કર્મ અને અપહરણના ગંભીર ગુનામાં લીમખેડા સ્થિત સ્પે.પોકસો કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ ભોગ બનનાર સગીર બાળકીને .૧૦.૫૦ લાખનુ વળતર ચુકવવાનો પણ હુકમ કર્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ બાળકી સાથે અવાવ સ્થળે તેમજ આરોપીના ધરે લઈ જઈ દુષ્કર્મ કર્યુ હતુ. બીજા દિવસે વહેલી સવારે બાળકી ધરે પરત આવી પરિવારને સમગ્ર ધટનાની જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ કેસમાં લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ તથા પોકસો એકટની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ ૫ુર્ણ થયા બાદ કેસ લીમખેડાની સ્૫ે.પોકસો અદાલતમાં ચાલી જતા સ્પે.પોકસો કોર્ટના જજ એચ.એચ.ઠકકરે ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં આરોપી રાજા ઉર્ફે રાજેશ ડામોર(રહે.જેતપુર)ને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭(૨), ૮૭, ૬૫(૧), ૩૫૧(૩), ૨૩૮(ક), ૧૧૫(૨)તથા પોકસો એકટની કલમ ૪ અને ૬ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.કોર્ટ દ્વારા ૫ોકસો એકટની કલમ ૬ હેઠળ આરોપીને આજીવન કેદની સજા તથા .૨૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. કોર્ટે ભોગ બનનારની નાની ઉંમર અને ધટનાને કારણે તેને થયેલી માનસિક યાતનાને ધ્યાને લેતા .૧૦.૫૦ લાખનુ વળતર ચુકવવાનુ હુકમ કર્યો છે. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, દાહોદ મારફતે વિક્ટિમ કમ્પન્સેશન સ્ક્મિ હેઠળ આ રકમ ચુકવવાની, અને આરોપીના દંડની રકમ પણ ભોગ બનનારને વળતર પેટે ચુકવવાનો હુકમ કરાયો છે.