કોઠંબા ગામે પાણીના કુવા નજીક સાર્વજનિક શોૈચાલયનુ બાંધકામ શરૂ કરતા લોકોમાં રોષ

મહિસાગરના કોઠંબા ગામે બની રહેલા સામુહિક શોૈચાલયની જગ્યાને લઈને સ્થાનિક રહિશોમાં ભારે વિરોધ ઉભો થયો છે. તંત્ર દ્વારા તમામ નિતી-નિયમોને નેવે મુકીને ગામના પીવાના પાણીના મુખ્ય કુવાની બિલકુલ નજીક જ આ શોૈચાલયનુ નિર્માણ કાર્ય શ‚ કરી દેતા લોકોના સ્વાસ્થ્ય સામે મોટુ જોખમ ઉભું થયુ છે.

આ અંગે સ્થાનિક સ્તરેથી લઈને ઉચ્ચ કક્ષાએ વારંવાર લેખિત અને મોૈખિક રજુઆતો કરવા છતાં વહીવટી તંત્ર મોૈન સેવીને બેઠું છે. સ્થાનિક મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ આ અંગે કોઈ કડક પગલા ભરવામાં આવ્યા નથી. હાલમાં કોઠંબાના જાગૃત નાગરિકોએ ચિમકી ઉચ્ચારી છે કે, જો વહેલી તકે આ વિવાદાસ્પદ જગ્યાએ ચાલતી શોૈચાલયની કામગીરી તાત્કાલિક બંધ કરીને તેને અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ૈઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.