પંચમહાલમાં વસ્તી ગણતરીના ૨,૭૫૫ બ્લોકમાંથી ૧,૪૦૩ બ્લોકમાં કામગીરીના ઓનલાઈન ડેટા શુન્ય

પંચમહાલ જિલ્લામાં ૧ જુનથી ૨,૭૫૫ બ્લોકમા વસ્તી ગણતરી શ‚ કરવાની હતી. પરંતુ જિલ્લામાં ૧,૪૦૩ બ્લોકમાં વસ્તી ગણતરીની કામગીરી શ‚ નહિ થતાં ૪૫૪ સુપરવાઈઝરોની દેખરેખ પર સવાલો ઉઠ્યા છે. જોકે શિક્ષકો દ્વારા કામગીરી પુર્ણ થયા વધારાની કામગીરી તંત્ર દ્વારા ન સોંપવામાં આવે તે માટે ઓનલાઈન ડેટા અપલોડ ન કરતા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી.

પંચમહાલમાં સોમવાર તા.૧જુનથી વસ્તી ગણતરીનો પ્રથમ તબકકાનો પ્રારંભ થયો હતો. જિલ્લાના ૭ તાલુકા અને ૪ નગરપાલિકા વિસ્તારને આવરીને ૨,૭૫૫ બ્લોક બનાવ્યા છે. જેમાં ૪૫૪ સુપરવાઈઝરોની નિમણુંક કરી છે. આ કામ ૩૦ જુન સુધી પુર્ણ કરવાની હોય છે. ૧૫ દિવસમાં જિલ્લામાં ૨,૭૫૫ બ્લોકમાંથી ફકત ૧,૩૩૬ બ્લોકમાં વસ્તી ગણતરીની કામગીરી શ‚ કરી છે. કારણ કે, જિલ્લામાં ૧,૪૦૩ બ્લોકમાં હજુ સુધી કોઈ કામગીરી શ‚ કરવામાં આવી નથી. જિલ્લામાં ૨,૬૯૨ ગણતરીકારો હોવા છતાં ૧,૪૦૩ બ્લોકમાં કામગીરી શ‚ ન થતાં કામગીરીમાં વિલંબ આવી શકે તેમ છે. એક બ્લોકમાં ૨૫૦ થી વધુ મકાન હોય છે. જિલ્લામાં ૧૬ બ્લોક એવા પણ છે જેની વસ્તી ગણતરીની કામગીરી સંપુર્ણપણે થઈ ગઈ છે.