કલોલમાં ગટર લાઇનના ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ૨૮ વર્ષીય યુવાનનું કરુણ મોત

કલોલ શહેરમાં વિકાસકાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે, પરંતુ તેની સાથે જ કોન્ટ્રાક્ટરોની બેદરકારી પણ સામે આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર ૫માં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા ચાલી રહેલા ગટર લાઇનના ખોદકામ દરમિયાન પાણીની ભૂગર્ભ લાઇન તૂટી જવાથી રોડ પર પાણી ભરાઈ ગયું હતું. આ કાદવ-કીચડ વાળા રોડ પરથી પસાર થતાં ૨૮ વર્ષીય યુવાન જીતુ લક્ષ્મણ બુનકરનો પગ લપસી જતાં તેનું મોત નીપજ્યું હતું.

ઘટનાની વિગતો અનુસાર, કલોલના નરનારાયણ સોસાયટી વિભાગ-૧માં રહેતા અને મૂળ રાજસ્થાનના જીતુ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાણી અને કાદવના કારણે તેમનો પગ લપસી ગયો. ગંભીર ઈજાઓ થવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૫ના ભાજપ કાઉન્સિલર તિમિર જેસ્વાલે આ ઘટના પર આકરા પ્રતિભાવ વ્યક્ત કર્યા છે.

તેને આરોપ લગાવ્યો કે,જીયુડીસીના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે આ દુર્ઘટના બની છે. ખોદકામ દરમિયાન લોકોની સલામતી માટે રોડ પર બેરિકેટ્સ લગાવવા અને અન્ય સુરક્ષા પગલાં લેવા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરે તેના પર યાન આપ્યું નહીં. વધુમાં, પાણીની લાઇન તૂટ્યા બાદ છૂટતા પાણીને સ્ટોર્મ વોટર લાઇનમાં વાળવા માટે પણ સૂચના આપવામાં આવી હતી, જેનું પાલન કરવામાં આવ્યું નહીં. પરિણામે સમગ્ર વિસ્તારના રોડ પાણીથી ભરાઈ ગયા અને કાદવ જામ્યો, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

આ ગંભીર ઘટનામાં કંપનીના ય્ેંડ્ઢઝ્રના કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરવામાં આવશે, અને અમે પીડિત પરિવારને ટેકો આપવા માટે તેમની સાથે ઉભા રહીશું. જ્યારે વિકાસ ચાલી રહ્યો છે, ત્યારે કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે ક્યારેક યુવાનોના જીવ પણ જાય છે. આ કિસ્સામાં, કલોલમાં ગટર લાઇનના ખોદકામ દરમિયાન, ભૂગર્ભ પાણીની લાઇન તૂટી ગઈ, જેના કારણે યુવાન લપસી પડ્યો અને પડી ગયો.