અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાંકરિયા લેકના ગેટ નંબર ૭ નજીક સગીર યુવતીની હત્યાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ફલક નાજ પઠાણ નામની સગીર યુવતીની હત્યા જેના સાથે તેની સગાઈ થઈ હતી તે યુવક દ્વારા જ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ મણિનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી મહંમદ આવેશ પઠાણને તેની મંગેતર ફલક નાજ પઠાણ પર શંકા હોવાના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાના સમયે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ આરોપીએ કોટાસ્ટોનના પથ્થરની ધારદૃાર અણીથી યુવતી પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટના બાદૃ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં મણિનગર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને આરોપી મહંમદ આવેશ પઠાણને રાઉન્ડ અપ કરીને કાયદૃેસરની કાર્યવાહી શ કરી હતી. પોલીસ દ્વારા મૃતદૃેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે હત્યાનો ગુનો દૃાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા આરોપી અને યુવતી વચ્ચેના સંબંધો તેમજ હત્યાના ચોક્કસ કારણો અંગે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દૃીધી છે અને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહૃાો છે.