
અમદાવાદથી ઉદયપુર જવા માટે હવે મુસાફરોને સરળતા રહેશે. કારણ કે અમદાવાદથી લેક સિટી ઉદયપુર માટે વંદૃેભારત ટ્રેનનું સંચાલન થશે. આ ટ્રેનઅમદાવાદના અસારવા સ્ટેશનથી ઉદયપુર જશે. વંદૃેભારત ટ્રેન સેવા શરૂ થવાથી હવે ઉદૃયપુર ફટાફટ પહોંચી શકાશે. રેલવેએ આ ટ્રેન સંચાલનને મંજૂરી આપી છે. રેલ મંત્રાલયે રાજસ્થાનના દક્ષિણી ભાગથી ગુજરાતને ઝડપી કનેક્ટિવિટી આપવાના ઈદ્દેશ્યથી આ ટ્રેન સેવાને મંજૂરી આપી છે. જલ્દૃી બંને શહેરો વચ્ચે આ ટ્રેન સેવા શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રિનોવેશન ચાલી રહૃાું છે. આ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવામાં આવી રહૃાું છે.
અમદાવાદ-ઉદયપુર વંદેભારત ટ્રેનનું ટાઈમટેબલ
ઉદયપુર- અસારવા (ટ્રેન નંબર ૨૬૯૬૩)
સ્ટેશન આવવા/જવાનો સમય
ઉદયપુર શહેર- ૦૬:૧૦
જાવર – ૦૬:૪૩ ૦૬:૪૫
ડુંગરપુર- ૦૭:૪૮ ૦૭:૫૦
િંહમતનગર- ૦૯:૦૫ ૦૯:૦૭
અસારવા (અમદૃાવાદૃ) ૧૦:૨૫
અસારવાઉદયપુર (ટ્રેન નંબર ૨૬૯૬૪)
સ્ટેશન આવવા/જવાનો સમય
અસારવા (અમદાવાદ) ૧૭:૪૫
િંહમતનગર- ૧૮:૫૩ ૧૮:૫૫
ડૂંગરપુર- ૨૦:૦૩ ૨૦:૦૫
જાવર- ૨૧:૦૫ ૨૧:૦૭
ઉદૃયપુર સિટી- ૨૨:૦૦
અમદાવાદથી ઉદૃયપુર વચ્ચે ચાલનાર વંદૃે ભારતના સંચાલનની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. સૂત્રોનું કહેવું છે કે જલ્દૃી તારીખ જાહેર થઈ શકે છે. બીજીતરફ આ ટ્રેનને સુરત સુધી લંગાવવાની માગ પણ કરવામાં આવી છે. જાણકારી અનુસાર નવી મંજૂર કરવામાં આવેલી ટ્રેન જોડી ૨૬૯૬૩/૨૬૯૬૪ ઉદૃયપુર-અસારવા (અમદાવાદ) વંદૃેભારત એક્સપ્રેસ મંગળવારને છોડી સપ્તાહમાં છ દિવસ ચાલશે.
પ્રાઇમરી મેન્ટેનન્સ ઉદયપુરમાં કરવામાં આવશે, જેમાં એક વંદૃે ભારત રેક લગાવવામાં આવશે. આ ટ્રેન જાવર, ડૂંગરપુર અને િંહમતનગરમાં ઉભી રહેશે. આ ટ્રેનના સંચાલનથી ઉદયપુર-અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા લોકોને સુવિધા મળશે. મહત્વનું છે કે ઉદયપુર ફરવાનું સ્થળ છે અને મોટી સંખ્યામાં ગુજરાતીઓ ત્યાં ફરવા જતાં હોય છે.