
જૂનાગઢ જિલ્લા કોર્ટ દ્વારા આજે ત્રણ અલગ-અલગ આરોપીની જામીન અને આગોતરા જામીન અરજી નકારી દીધી. ત્રણ અલગ-અલગ કેસમાં જુનાગઢ જીલ્લા સેશન્સ કોર્ટે આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી જામીન અરજીની દલીલોને નકારીને આરોપીની જામીન અને આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. સેશન્સ જજ ભુપેન્દ્ર કુમાર દવે એ ત્રણેય જામીન અરજી પર આરોપીના ઇતિહાસ અને જામીનમુક્ત થયા બાદ આરોપીઓ કેસના સાક્ષીઓ પર દબાણ ઊભું કરી શકે છે, તેવી પરિસ્થિતિને ધ્યાને રાખીને જામીન અરજીને નકારી દીધી છે.
જુનાગઢ જિલ્લા કોર્ટ દ્વારા હત્યા, લાંચ અને પ્રોહીબેશન જેવા ખૂબ જ ગંભીર ગણાતા ગુનાના આરોપીઓ દ્વારા તેમના વકીલ મારફતે જુનાગઢ જિલ્લા સેશન્સ કોર્ટ સમક્ષ આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ તેવી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લા સેશન્સ જજ ભુપેન્દ્ર કુમાર દવે એ ત્રણેય જામીન અરજીની સુનાવણી કરીને ત્રણેય કેસમાં ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપીના વકીલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જામીન અને આગોતરા જામીનની અરજી નાકારી દૃીધી, ત્રણ ગુના પૈકી બે ગુનાના અપરાધી જુનાગઢ જિલ્લા જેલમાં છે, તો અન્ય એક આરોપી અપરાધી જામીન મેળવવા માટે ફરાર છે.
જુનાગઢ જિલ્લા સેશન્સ જજ ભારત કુમાર દૃવેની કોર્ટમાં એક સમયે જુનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખામાં અને ત્યારબાદૃ જૂનાગઢ મનપામા મેલેરીયા અધિકારી તરીકે ફરજ બજાવતા હરસુખ રાદડિયા સામે લાંચ-રુશ્ર્વત વિરોધી બ્યુરોની કચેરીમાં ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ના દિૃવસે આવક કરતા વધારે સંપત્તિ એકઠી કરવાનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદૃ આરોપી હરસુખ રાદડિયા ફરાર જોવા મળે છે. ૧ કરોડ ૭૪ લાખ ૩૨ હજાર અને ૮૫ પિયાની અપ્રમાણસર મિલકત એકઠી કરી હોવાની ફરિયાદ લાંચ-રુશ્ર્વત વિરોધી બ્યૂરોમા દૃાખલ થતાં જ આરોપી હરસુખ રાદૃડિયા ફરાર છે. જેમના વકીલ દ્વારા આજે આગોતરા જામીન અરજી રજૂ કરવામાં આવી હતી જેને ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ ભરતકુમાર દૃવે એ ના મંજૂર કરી છે.
જુનાગઢ શહેર હત્યાના બનાવોને લઈને ચર્ચામાં જોવા મળતું નથી પરંતુ દિૃવાળીના દિૃવસે મધુરમ વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી એકદૃમ સામાન્ય બાબતે આ વિસ્તારમાં જ રહેતા દિવ્યાંગ ચુડાસમા ને સાથે મળીને કેટલાક લોકોએ બોથડ પદૃાર્થો વડે હુમલો કરતા તેમાં દિૃવ્યાંગ ચુડાસમાનું મોત થયું હતું. જેમાં એક આરોપી તરીકે પોલીસે કેવલ જોશીની અટકાયત કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધી આરોપી કેવલ જોશી જુનાગઢ જેલમાં છે, તેના વકીલ દ્વારા કેવલ જોશીને જામીન મળવા જોઈએ આવી. અરજી ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ સમક્ષ આપી હતી, પરંતુ કોર્ટે ઘટનાની ગંભીરતા અને સામૂહિક રીતે હત્યા કરવાના ઇરાદૃે હુમલો થયા હોવાના સીસીટીવી જેવા મહત્વના પુરાવાને ધ્યાને રાખીને આરોપી કેવલ જોશીની જામીન અરજીના મંજૂર કરી છે.
જુનાગઢ શહેરમાંથી ૧૦ લાખ કરતા વધારેના પરપ્રાંતીય દારૂ સાથે આરોપી કિશન કોડીયાતરની તાલુકા પોલીસે અટકાયત કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આરોપીને જૂનાગઢ જિલ્લા જેલમાં રાખવામાં આવ્યો છે. તેના વકીલ દ્વારા પણ આરોપીના પરિવારની આર્થિક સ્થિતિ અને ઘરમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ હોવાનો તર્ક આગળ રાખીને જિલ્લા સેશન્સ કોર્ટ સમક્ષ આરોપીને જામીન આપવા જોઈએ. આવી દૃલીલો કરી હતી પરંતુ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ ભરતકુમાર દૃવે તપાસનીસ પોલીસ અધિકારીના કારણો અને નિવેદનને ધ્યાને રાખ્યા