જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીના એક વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ થવાની ઘટના સામે આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને વિવાદ ઊભો થયો છે. આ ઘટનાને પગલે પાર્ટીના કાર્યકરો પર સવાલો ઊઠ્યા છે અને આંતરિક અસંતોષ પણ બહાર આવ્યો છે.
મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર ૬ના કાર્યકરોના ગ્રુપમાં આ પ્રકારનો અયોગ્ય વીડિયો પોસ્ટ થતાં હંગામો મચી ગયો હતો. ભાજપ ગ્રુપમાં જાડાયેલા કાર્યકરો ખાસ કરીને મહિલા કાર્યકરોમાં આ મામલે ભારે નારાજગી જાવા મળી રહી છે. અશ્લીલ લિંક અને વીડિયો શેર થવાના કારણે મહિલા કાર્યકરોને અસમંજસ અને અસ્વસ્થતા અનુભવાઈ છે. ઘણા કાર્યકરો દ્વારા આ ઘટનાને ગંભીરતા સાથે લેવામાં આવી રહી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
આ ઘટનાને કારણે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે. પાર્ટી શિસ્ત અને સોશિયલ મીડિયા ઉપયોગ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. કાર્યકરોમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આવા ગ્રુપમાં આ પ્રકારની સામગ્રી કેવી રીતે શેર થઈ અને તેની જવાબદારી કોણની છે.