
એડિલેડમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડેમાં, જા રૂટે શાનદાર બેટિંગ સાથે અડધી સદી ફટકાર્યા બાદ, ઉત્તમ ફિલ્ડિંગ પણ દર્શાવી. ૩૫૬ રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા, ઇંગ્લેન્ડના બોલરોએ પ્રથમ ચાર ઓવરમાં બે મહત્વપૂર્ણ વિકેટ લીધી. બંને કેચ ૩૫ વર્ષીય જા રૂટે લીધા હતા. તેણે પહેલા ટ્રેવિસ હેડ અને પછી ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શનો શાનદાર કેચ લીધો હતો. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનથી જા રૂટ આંતરરાષ્ટÙીય ક્રિકેટમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ પકડનારા ટોચના ૧૦ ખેલાડીઓની યાદીમાં એક સ્થાન ઉપર આવી ગયા છે.
આ રેકોર્ડ સાથે, જા રૂટ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ પકડનારા ખેલાડીઓની યાદીમાં સાતમા સ્થાને પહોંચી ગયો છે. તેમણે આ સંદર્ભમાં ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો છે. રૂટે અત્યાર સુધી રમાયેલી ૪૦૨ આંતરરાષ્ટÙીય મેચોમાં કુલ ૩૩૫ કેચ લીધા છે. તેમણે ટેસ્ટમાં ૨૨૦, વનડેમાં ૯૭ અને ટી ૨૦માં ૧૮ કેચ લીધા છે.
બીજી તરફ, રાહુલ દ્રવિડે ૫૦૯ આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ ૩૩૪ કેચ લીધા છે. શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધને ૬૫૨ મેચોમાં ૪૪૦ કેચ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફિલ્ડર દ્વારા લેવામાં આવેલા સૌથી વધુ કેચનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે, જે તેમને ૪૦૦ કેચ પકડનાર એકમાત્ર ખેલાડી બનાવે છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોÂન્ટંગ ૫૬૦ મેચોમાં ૩૬૪ કેચ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે.
એડિલેડમાં રમાયેલી વનડે મેચમાં, જા રૂટે ૬૮ બોલમાં ૬૨ રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં પાંચ ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ તેમની વનડે કારકિર્દીની ૫૦મી અડધી સદી હતી, જેના કારણે તેઓ વનડે ક્રિકેટમાં ઇંગ્લેન્ડ માટે ૫૦ અડધી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બન્યા. ૨૦૧૩માં વનડે ડેબ્યૂ કરનાર રૂટ હવે એવા ખેલાડીઓની વિશિષ્ટ ક્લબમાં જાડાઈ ગયો છે જેમણે કોઈ દેશ માટે વનડેમાં ૫૦ અડધી સદી ફટકારી છે. આંતરરાષ્ટÙીય ક્રિકેટમાં, વેસ્ટ ઇન્ડિઝના ડેસમંડ હેન્સ ૧૯૯૩માં આ સિદ્ધિ હાંસલ કરનારા પ્રથમ ખેલાડી હતા, જ્યારે ભારતના મોહમ્મદ અઝહરુદ્દીન (૧૯૯૮) અને ઓસ્ટ્રેલિયાના માર્ક વો (૨૦૦૨) આ સિદ્ધિ હાંસલ કરનારા પ્રથમ ખેલાડી હતા. આમ જા રૂટ ઇંગ્લેન્ડના ક્રિકેટ ઇતિહાસમાંથી આ સિદ્ધિ હાંસલ કરનાર ૧૦મો બેટ્સમેન બન્યો.