જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ કઠુઆ સરહદ દ્વારા ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહૃાા છે

અમરનાથ યાત્રા પહેલા આતંકવાદી કાવતરાની ચેતવણી જારી

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષા દળોને માહિતી આપી છે કે આતંકવાદીઓ અમરનાથ યાત્રા દરમિયાન વાતાવરણને ખલેલ પહોંચાડવા માટે મોટો હુમલો કરવાની યોજના બનાવી રહૃાા છે. તેઓ હીરાનગર સેક્ટર નજીક ઉજ્જ નદી અને તેની સાથે સંકળાયેલા નાળાઓ દ્વારા ઘૂસણખોરી કરી શકે છે. આ વિસ્તાર પહેલાથી જ સંવેદનશીલ માનવામાં આવી રહૃાો છે. ચેતવણી બાદ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (મ્જીહ્લ), જમ્મુ અને કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે દૃેખરેખ અને પેટ્રોિંલગ તીવ્ર બનાવ્યું છે. નદી કિનારા અને સંભવિત માર્ગો પર વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે રાત્રિના સમયે દૃેખરેખ માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહૃાો છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા કડક બનાવવામાં આવી છે.

સુરક્ષા સમીક્ષા બેઠક એજન્સીઓને ઉચ્ચ સતર્ક રહેવા નિર્દૃેશ આપે છે: શ્રી અમરનાથ યાત્રા ૨૦૨૬ ના સલામત અને શાંતિપૂર્ણ સંચાલનને સુનિશ્ર્ચિત કરવા માટે,એસએસપી જમ્મુ જોગિન્દર િંસહે જિલ્લા પોલીસ લાઇન્સ ખાતે સુરક્ષા વ્યવસ્થાપન અને સંકલન બેઠકની અધ્યક્ષતા કરી. એજન્સીઓને ઉચ્ચ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી.

એસએસપીએ સુરક્ષા વ્યવસ્થા, કાયદૃો અને વ્યવસ્થા, ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થાપન અને કટોકટી પ્રતિભાવ પદ્ધતિઓની સમીક્ષા કરી. તેમણે તમામ એજન્સીઓને ઉચ્ચ સતર્ક રહેવા, સંવેદૃનશીલ વિસ્તારોમાં પેટ્રોિંલગ વધારવા, અચાનક ચેકપોઇન્ટ હાથ ધરવા અને ક્વિક રિએક્શન ટીમ્સની તૈનાતીને મજબૂત બનાવવા નિર્દૃેશ આપ્યો. પોલીસ,સીઆરપીએફ,બીએસએફ,એસએસબી,આઇટીબીપી ગુપ્તચર એજન્સીઓ, નાગરિક વહીવટ, ટ્રાફિક પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો હતો.

એસએસપીએ સીસીટીવી દૃેખરેખ, સંકલિત નિયંત્રણ ખંડ દ્વારા રીઅલ-ટાઇમ દૃેખરેખ અને સંદૃેશાવ્યવહાર પ્રણાલીઓને મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂક્યો. ગુપ્તચર એજન્સીઓએ તાજેતરના ઇનપુટ્સ શેર કર્યા, અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત દૃેખરેખ, સંયુક્ત કવાયત અને મોક ડ્રીલ પર સર્વસંમતિ સધાઈ. એસએસપીએ જણાવ્યું કે યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે, અને બધી એજન્સીઓ સલામત અને શાંતિપૂર્ણ યાત્રા સુનિશ્ર્ચિત કરવા માટે સંકલનમાં કામ કરશે.