વકીલ ખર્ચના પૈસા મુદ્દે બોલાચાલી બાદ મારામારી, ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ.
દાહોદ જીલ્લાના ગોવિંદ ગુ લીમડી તાલુકાના બિલવાણી બલેન્ડીયા ફળિયામાં જમીન સંબંધિત જૂના વિવાદને લઈ પરિવારજનો વચ્ચે થયેલી મારામારીનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વરસીંગભાઈ સમુડાભાઈ ભુરીયા (ઉ.વ. ૪૫) દ્વારા ચાર વ્યક્તિઓ વિદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, વરસીંગભાઈ અને તેમના પરિવારજનો ૧૩ જૂન, ૨૦૨૬ની રાત્રે પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમના ભત્રીજા સંજયભાઈ રેવલાભાઈ ભુરીયા તથા તેમની પત્ની કાજલબેન ઘરે આવ્યા હતા. જમીન સંબંધિત ચાલી રહેલા કોર્ટ કેસમાં વકીલને આપવાના ખર્ચના પૈસા અંગે પૂછપરછ કરતા વરસીંગભાઈએ હાલમાં પૈસાની સગવડ ન હોવાનું જણાવ્યું હતું. આ બાબતે ઉશ્કેરાઈ સંજયભાઈએ ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હોવાનો તેમજ હાથમાં રહેલી લાકડી વડે હુમલો કરતાં ડાબા હાથમાં ગંભીર ઇજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. દરમિયાન તેમના પુત્ર માનસીંગભાઈને