
મહિલા ક્રિકેટને નવી ઊંચાઈએ લઈ જવા તરફ એક મોટું પગલું ભરતા,આઇસીસીએ મહિલા ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટે રેકોર્ડ ઇનામી રકમની જાહેરાત કરી છે. ટુર્નામેન્ટ શ થવાના માત્ર ૬૦ દિવસ પહેલા આવી રહેલી આ જાહેરાતથી ખેલાડીઓ અને ચાહકોનો ઉત્સાહ ખૂબ જ વધી ગયો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારી આ ટુર્નામેન્ટ માટે કુલ ઇનામી રકમ ૮,૭૬૪,૬૧૫ યુએસ ડોલર (આશરે ૮૧૮.૩ મિલિયન) નક્કી કરવામાં આવી છે, જે ૨૦૨૪ ની સરખામણીમાં ૧૦ ટકાનો વધારો છે. પહેલી વાર, ૧૨ ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે, જેનાથી ઇનામી રકમમાં નોંધપાત્ર વધારો થશે.
ઈનામની વાત કરીએ તો, ચેમ્પિયન ટીમને આશરે ૨૧૮.૪ મિલિયન મળશે, જ્યારે રનર-અપ ટીમને આશરે ૧૦૯.૨ મિલિયન મળશે. સેમિફાઇનલમાં હારી ગયેલી બે ટીમોને યુએસ ડોલર ૬૭૫,૦૦૦ મળશે. દરેક ગ્રુપ મેચ વિજેતાને ૩૧,૧૫૪ મળશે, અને બધી ૧૨ ટીમોને ઓછામાં ઓછી ૨૪૭,૫૦૦ ની ગેરંટીકૃત ઈનામી રકમ મળશે.
આઇસીસીના સીઇઓ સંજોગ ગુપ્તાએ મહિલા ક્રિકેટના વધતા કદૃ પર આનંદ વ્યક્ત કરતા કહૃાું, “મહિલા ક્રિકેટ ઝડપથી વિકસી રહૃાું છે, અને આઇસીસી મહિલા ટી ૨૦ વર્લ્ડ કપનું ૧૨ ટીમોમાં વિસ્તરણ, રેકોર્ડ ઈનામી પૂલ સાથે, એક મજબૂત અને વધુ સ્પર્ધાત્મક વૈશ્ર્વિક રમત બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.” તેમણે ઉમેર્યું કે મહિલા ક્રિકેટના દરેક પાસામાં આ ગતિ સાથે, આ ટુર્નામેન્ટ ફક્ત રમત અને મીડિયામાં દર્શકો અને પ્રેક્ષકોની સંલગ્નતા માટે નવા રેકોર્ડ બનાવશે નહીં, પરંતુ વિશ્ર્વભરના સામાજિક અને સાંસ્કૃતિક પરિશ્ય પર પણ કાયમી અસર છોડશે.
આઇસીસીએ ટ્રોફી ટૂર પણ શરૂ કરી, જે લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડથી શ થઈ હતી. પેવેલિયન પર એક અદૃભુત પ્રક્ષેપણ સાથે પ્રથમ વખત ટ્રોફી પ્રદૃર્શિત કરવામાં આવી હતી. ટ્રોફી હવે ઇંગ્લેન્ડના યજમાન શહેરોમાં પહોંચતા પહેલા નેધરલેન્ડ્સ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ જેવા દૃેશોનો પ્રવાસ કરશે. આ પ્રવાસ ૧૨ જૂનથી શ થનારી ટુર્નામેન્ટ પહેલા ચાહકોમાં ઉત્સાહ વધારવાનું કામ કરશે. એકંદૃરે, મહિલા ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માત્ર ક્રિકેટમાં જ નહીં, પરંતુ ઇનામની રકમ અને લોકપ્રિયતામાં પણ ઇતિહાસ રચવા માટે તૈયાર છે.