
ધોધંબા તાલુકા પંચાયત કચેરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આરોપી સોબાન સિરાજ મજીદ બાગવાલા કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હોય અને લાભાર્થીના આવાસ યોજના બીજા હપ્તા માટે ફોર્મ જમા કરવા માટે આવેલ હતું. કર્મચારીએ ડેટાબુક જોઈ કોમ્પ્યુટરમાં ચકાસણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોય તેમના દ્વારા એસીબીમાં ફરિયાદ કરતાં એસીબી દ્વારા આજરોજ આરોપીને 2,000/-રૂપીયાની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
ધોધંબા તાલુકામાં રહેતા ફરિયાદીના ફળીયાના લાભાર્થીનું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વર્ષ 2024-25માં આવાસ મંજુર થયેલ અને આવાસનું કામ લીન્ટર લેવલ સુધી થયેલ છે. જેનો પ્રથમ હપ્તો રૂા.30,000/-મળેલ હતો અને બીજો હપ્તો મળેલ ન હોવાથી જેથી ડેટાબુક મુજબનું ફોટો સર્વેનું ફોર્મ ભરી તલાટી અને ગ્રામ સેવકના સહી-સિકકા કરાવી ફોર્મ ધોધંબા તાલુકા પંચાયત કચેરીમાં જમા કરાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વિભાગમાં કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા સોબાન સિરાજ મજીદ બાગવાલાને આવેલ હતું. તેને ડેટાબુક જોઈને ઓફિસના કોમ્પ્યુટરમાં ચકાસણી કરી હતી અને સોબાન સિરાજ મજીદ બાગવાલા દ્વારા ને વહેવાર પેટે રૂા.2,000/-આપવા પડશે. તેમ કહી ફરિયાદી પાસેથી 2000/- રૂપીયાની લાંચનીમાગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી પંચમહાલ ગોધરા એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. તે મુજબ તા.01/01/2026ના આજરોજ ફરિયાદ તાલુકા પંચાયત કચેરીમાં પહોચ્યો હતો અને આરોપી કર્મી સોબાન સિરાજ મજીદ બાગવાલા સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને 2000/-રૂપીયાની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો. ધોધંંબા તાલુકા પંચાયતનો કર્મચારી લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ જતાં અન્ય લાંચિયા અધિકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.