ગોધરા સમાજ કલ્યાણ કચેરીના કર્મચારીનો રૂા.8000 ની લાંચ લેતો વિડીયો વાયરલ થતાં ખડભડાટ

વિડીયો કમિશ્રરસુધી પહોંચ્યો હોવા છતાં કાર્યવાહી કેમ નહીં ?

ગોધરા સમાજ કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતા અધિકાી આર.જે.ડોડીયા એ સરકારી યોજનાનું કામ કરવા માટે રૂા.8000/-ની લાંચ લેતા હોવાનો વ્ડિીયો વાયરલ થયો છે. લાંચ લેતા હોવાનો વિડીયો કમિશ્ર્નર સુધી પહોચ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે, આ લાંચિયા અધિકારી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.

ગોધરા સમાજ કલ્યાણ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખુલી પડે છે. સમાજ કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી આર.જે.ડોડીયાએ સરકારી યોજનામાં કામ કરવા માટે રૂા.8,000/-ની લાંચ માંગી હતી અને રૂા.8,000/-ની લાંચ લેતા હોય તેવો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં સરકારી યોજનામાં કામ કરવા માટે રૂપીયાની માંગ કરાઈ હતી. આર.જે.ડોડીયા જે જાહેરમાં લાંચની રકમ સ્વીકારતા જોવા મળ્યા છે. સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ વિડીયો બાબતે આર.જે.ડોડીયા આ વિડીયો એડીટેડ હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ સમાજ કલ્યાણ વિભાગના કર્મચારી આર.જે.ડોડીયાનો લાંચના રૂપીયા સ્વીકારતા હોય તેવા વિડીયો કમિશ્ર્નર સુધી પહોંચ્યો હોવાનું તેમજ કમિશ્ર્નર સાથે વાતચિત થયાનો ખુલાસો થયો છે. જો કર્મચારી લાંચ લેતા હોવાનો વિડીયો કમિશ્ર્નર સુધી પહોંચ્યો હોય તેમ છતાં આવા લાંચિયા કર્મચારી સામે કોઈ કાર્યવાહી કેમ થઈ નથી. આ લાંચના વિડીયો અંગે આર.જે.ડોડીયાએ આ વિડીયો બે માસ પહેલાનો હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે, ગોધરાની સમાજ કલ્યાણ કચેરીમાં ભ્રષ્ટાચારનો લુણો લગાડતા કર્મચારી સામે કાર્યવાહી થશે કે પછી બચાવી લેવા માટે ખાલી લીખા પોથી કરાશે તે જોવું આવનાર સમયમાં સામે આવશે.