
યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત કાર્યરત માય ભારતગોધરા પંચમહાલ દ્વારા આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ નિમિત્તે ગોધરા સ્થિત નિરાંત વૃદ્ધાશ્રમ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પંચમહાલના જીલ્લા યુવા અધિકારી અભિષેક શુક્લાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશ્રમના વરિષ્ઠ નાગરિકો સાથે આત્મીય સંવાદ સાધી તેમના જીવનના અનુભવો જાણી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા તથા તમામ વડીલોને પ્રેમપૂર્વક સ્નેહભોજન કરાવવામાં આવ્યું હતું.
શુક્લાએ જણાવ્યું હતું કે, વડીલો સમાજનો અમૂલ્ય વારસો છે અને તેમની સંભાળ તથા આદર કરવો એ યુવા પેઢીની નૈતિક ફરજ છે. વૃદ્ધાશ્રમના સંચાલકો અને વડીલોએ માય ભારતગોધરા ટીમ અને જીલ્લા યુવા અધિકારીના માર્ગદર્શન હેઠળ થયેલ આ સંવેદનશીલ પહેલ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તમામ વડીલોએ આશીર્વાદ સાથે ધન્યવાદ પાઠવ્યાં હતા