ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં શિક્ષિકાના મકાનમાંથી 79 હજારની મત્તાની ચોરી થતાં ફરિયાદ

ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં રહેતી શિક્ષિકા સાસરીમાં જતા ધરનુ તોડી 79 હજારની મત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ શહેર એ-ડીવીઝન પોલીસ મથકે નોંઘવવા પામી છે.

ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં સંતોષ એવન્યુ પાછળ રહેતા શિક્ષિકા હિનાબેન સુભકસિંહ ચોૈહાણ કેજેઓ વાવડી બુઝર્ગ પ્રા.શાળામાં ફરજ બજાવે છે.શિક્ષિા પરિવાર સાથે નડિયાદ ખાતે સાસરીમાં તા.1 ડિસેમ્બરે સાંજે ધરે તાળા મારીને ગયા હતા. જેના બીજા દિવે સાંજે નડિયાદથી પરત ગોધરા આવતી વખતે પાડોશી શિવમભાઈએ ફોન કરીને જણાવ્યુ હતુકે, તેમના ધરના આગળના દરવાજાનુ તાળુ તુટેલુ છે. ધરમાં લાઈટ ચાલુ છે. જેને લીધે ચોરી થયાની શંકા થાય છે. જે બાદ હિનાબેન અને તેમનો પરિવાર રાત્રિના 10વાગ્યાના સુમારે ધરે પહોેંચ્યો હતો. ત્યાં તપાસ કરતા ધરની તિજોરીમાંથી સોના અને ચાંદીના દાગીના તથા રોકડા મળી કુલ રૂ.79,750/-ની ચોરી થઈ હતી. ત્યારે સમગ્ર મામલે ગોધરા શહેર એ-ડીવીઝનપોલીસમથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.