ગેનીબેન ઠાકોરના ગઢમાં મોટું ગાબડું, દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા

બનાસકાંઠાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર પ્રદર્શન બાદ હવે વાવ અને થરાદ પંથકમાં કોંગ્રેસના કિલ્લામાં ગાબડું પડ્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરના હોમટાઉનમાં જ ‘રાજકીય ભૂકંપ’ સર્જાયો હોય તેવી સ્થિતિ જાવા મળી રહી છે.

ભાભર શહેર અને તાલુકા કોંગ્રેસના પાયાના નેતાઓએ આજે સત્તાવાર રીતે ભાજપનો છેડો પકડ્યો છે. જેમાં મુખ્યત્વે હુકમસિંહ રાઠોડ પૂર્વ પ્રમુખ, ભાભર શહેર કોંગ્રેસ, વસરામજી ઠાકોર પ્રમુખ, ભાભર તાલુકા કોંગ્રેસનો સમાવેશ થાય છે. આ સિવાય ૧૦૦થી વધુ કાર્યકરોએ કોંગ્રેસ છોડીને કમળનો ખેસ ધારણ કર્યો છે. આ બંને દિગ્ગજ નેતાઓ તેમના સેંકડો સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા છે. બનાસકાંઠામાં કોંગ્રેસ માટે આ એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ નેતાઓ લાંબા સમયથી પાયાના સ્તરે પક્ષ સાથે જાડાયેલા હતા.

ભાભર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ભાજપ જિલ્લા પ્રમુખ ડા. નરેશજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં આ તમામ કાર્યકરોને કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. અંદાજે ૧૦૦થી વધુ સક્રિય કાર્યકરોએ એકસાથે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે.

આ પક્ષાંતર પાછળનું મુખ્ય કારણ સાંસદ ગેનીબેન ઠાકોર સામેની નારાજગી હોવાનું સામે આવ્યું છે. ભાજપમાં જાડાયેલા નેતાઓએ આક્ષેપ કર્યો છે કે પક્ષમાં નાના અને પાયાના કાર્યકરોની સતત અવગણના કરવામાં આવી રહી છે. માત્ર અમુક લોકોના જ કામ થાય છે અને નિષ્ઠાવાન કાર્યકરોનો અવાજ સાંભળવામાં આવતો નથી.” આગામી સમયમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે, ત્યારે ગેનીબેન ઠાકોરના હોમગ્રાઉન્ડ પર થયેલું આ ગાબડું કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે છે. બીજી તરફ, ભાજપ આ તકનો લાભ ઉઠાવી આ વિસ્તારમાં પોતાની પકડ વધુ મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે.