ગરબાડાની સરકારી કચેરીઓ તરફ જવાના રસ્તાની વચ્ચે અને ભુતરડી જતા રસ્તાની વચ્ચે અધુરી ભૂગર્ભ ગટર યોજનાની લાઈન આવેલ છે.

ગરબાડાની સરકારી કચેરીઓ તરફ જવાના રસ્તાની વચ્ચે અને ભુતરડી જતા રસ્તાની વચ્ચે અધુરી ભૂગર્ભ ગટર યોજનાની લાઈન આવેલ છે. આ ગટર યોજનાની અંદર મોટો ભૂવો પડેલો છે, તે ત્યાંથી જ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને કોર્ટ માં જતા લોકો અવરજવર કરે છે તેમ છતાં આ ખાડો પૂરવાની તસ્દી લેવામાં આવતી નથી. જે બાબતને લઈને ગરબાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ રાઠોડ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટા સાથે રજૂઆત કરવામાં આવી છે, જેથી કરી કોઈ અજાણી વ્યક્તિ અહીંયા અકસ્માતમાં ભોગ ન બને.