
સી.આર.સી. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન – ૨૦૨૬-૨૭ જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર પ્રેરિત અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, દાહોદ માર્ગદર્શિત, તાલુકા શિક્ષણ સમિતિ તથા સી.આર.સી. ક્ધયાશાળા, ગરબાડા દ્વારા આયોજીત સી.આર.સી. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન – વર્ષ ૨૦૨૬-૨૭ નું આયોજન તા. ૦૯/૧૦/૨૦૨૬ ના રોજ ક્ધયાશાળા, ગરબાડા ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ગરબાડા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ પોતાની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં ક્ધયાશાળા ક્લસ્ટર અંતર્ગત ભામાતળાઈ વર્ગ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ધૈર્યકુમાર અને કુલદીપકુમાર દ્વારા માર્ગદર્શક શિક્ષિકા જયાબેન પટેલ તથા ભાવિકકુમાર કાકા ના માર્ગદર્શન હેઠળ વિભાગ નંબર – ૧ (ઇ) માં વર્ગ-ગાણિતિક નમૂના ની કૃતિ રજૂ કરવામાં આવી હતી. બંને વિદ્યાર્થીઓએ ગણિત વિષયને લગતો ખૂબ જ સુંદર, સર્જનાત્મક અને સમજૂતી સાથેનો નમૂનો બનાવી નિર્ણાયકો તેમજ ઉપસ્થિત મહેમાનોને પ્રભાવિત કર્યા હતા. તેમની કૃતિને પ્રદર્શનમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે, જે સમગ્ર ભામાતળાઈ વર્ગ પ્રાથમિક શાળા તથા ક્ધયાશાળા ક્લસ્ટર માટે ગૌરવની બાબત છે. આ સિદ્ધિ બદલ સી.આર.સી. કો-ઓર્ડીનેટર , ક્ધયાશાળા, ગરબાડા દ્વારા બંને બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર આપી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તાલુકા કક્ષાએ આગળ વધવા માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ પ્રદર્શનથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, તાર્કિક વિચારસરણી અને સર્જનાત્મકતા ખીલી ઉઠે તે હેતુ સાર્થક થયો હતો.