ફરિયાઓે કે અજાણી પેઢીઓ પાસેથી ખાતર ખરીદશો તો પાક રક્ષણ નહિ મળે

આગામી ચોમાસુ સીઝનને ધ્યાને રાખીને ગુજરાતના ખેતી નિયામક દ્વારા ખેડુતો માટે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જેમાં ખેડુતોને છેતરપિંડીથી બચાવવા અજાણી પેઢીઓ કે શેરી-ગલ્લાઓમાં ફરતા ફેરીયાઓ પાસેથી ખેતીને અંતર્ગત કોઈ પણ ખરીદી કરવી નહિ. ખેડુતોએ વાવેતર માટે જ‚રી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ કે માન્ય વિક્રેતાઓ પાસેથી જ કરવી. ખરીદી વખતે વેપારીની સહીવાળુ પાકું બિલ અવશ્ય લેવુ. જેમાં લાયસન્સ નંબર, પેઢીનુ નામ, સરનામું અને લોટ નંબર સ્પષ્ટ લખેલા હોવા જોઈએ. મુદ્દત પુરી થયેલી દવાઓ કે બિયારણ કયારેય ન ખરીદવા, જો શેરી-ગલીઓમાં ફરતા ફેરીયાઓ કે અજાણી પેઢીઓ પાસેથી ખરીદી કરશો. ભવિષ્યમાં પાક નિષ્ફળતાના સમયે કાયદાકિય રક્ષણ મેળવવા અવરોધ ઉભો કરી શકે છે. માટે ખેડુતોએ માન્ય વિક્રેતાઓ પાસેથી ખરીદી કરવી. જો જિલ્લાના કોઈ વિસ્તારમાં અનઅધિકૃત અથવા શંકાસ્પદ નામે અમાન્ય બિયારણ કે ખાતરનુ વેચાણ થતુ હોવાનુ ધ્યાને આવે, તો ખેડુતોએ તુરંત જ સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકને જાણ કરવી જેથી કોઈ ખેડુત છેતરિ૫ંડીનો ભોગ ન બને.