નસવાડીના કાંધા ગામે ઝોલાછાપ બોગસ તબીબને ઝડપ્યો

નસવાડી તાલુકામાં બોગસ ડોકટરો મોટાપાયે અલગ અલગ ગામડાઓમાં દવાખાના ચલાવી રહ્યા છે. જેની તપાસમાં કાંધા ગામે બોગસ તબીબ ખુલ્લેઆમ પ્રેક્ટિસ કરતો ઝડપાયો હતો. બ્લોક હેલ્થ ઓફિસરે રેડ કરીને નકલી સર્ટિ.અને એલોપેથિક દવાઓ ઝડપી પાડી દવાખાનાને સીલ માર્યુ હતુ.

નસવાડી તાલુકાના કાંધા ગામે પ્રોદિપ સુકુકુમાર સરકાર એક આવાસમાં બોગસ દવાખાનુ કોલકત્તાથી આવીને છેલ્લા ત્રણ વર્ષથી બોગસ ડિગ્રી લગાવી આવાસમાં દર્દીઓને દાખલ કરવા માટે અને દર્દીને સુવડાવવા માટે પલંગો તેમજ એલોપેથિક દવાઓ તેમજ બોર્ડ મારીને ખુલ્લેઆમ દવાખાનુ ચલાવતો હતો. જયારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. જેની જાણ નસવાડીના બ્લોક હેલ્થ ઓફિસર આર.એસ.પટેલને થતાં તેઓ ગઢબોરીયાદ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સેંગપુર સામુહિક આરોગ્ય કેન્દ્રનો ડોકટરની ટીમ સાથે પહોંચીને નકલી સર્ટિ.તેમજ એલોપેથિક દવાઓ જોઈને ચોંકી ઉઠ્તા તેઓ તાત્કાલિક પંચકયાસ કરીને દવાઓનુ લિસ્ટ બનાવી બોગસ દવાખાનાને સીલ માર્યુ હતુ. આદિવાસી વિસ્તારના અનેક ગામડાઓમાં તપાસ હાથ ધરવામાં આવે તો આવા અને બોગસ ડોકટરો ઝડપાઈ શકે તેમ છે.