બાલાસિનોરના ત્રણ વ્યક્તિઓને રશિયામાં નોકરી અપાવવાના બહાને વડોદરામાં ઓફિસ ચલાવતા બોરસદના શખ્સ તેમજ મુંબઈની મહિલાએ .૯.૭૮ લાખની રકમની છેતરપિંડી કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બિઝનેસ વિઝા પર ત્રણેય યુવાનોને રશિયા મોકલવાનુ કહીને પૈસા લીધા બાદ વિઝિટર વિઝા પરથી રશિયા મોકલ્યા હતા. દોઢ મહિના બાદ પરત ફરેલા યુવાઓને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બાલાસિનોરમાં વિજય ટોકીઝ રોડ પર રહેતા મોહંમદ અનીસ ઈદરીસભાઈ શેખે પોલીસમાં બોરસદના રહેવાસી મિર્ઝા ઈકબાલ અને મુંબઈની આયેશા શકીલ શેખ નામની મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર જાહેરાતના આધારે તેમણે મિર્ઝા ઈકબાલનો સંપર્ક કર્યો હતો. જેમાં આરોપીએ રશિયામાં વેર હાઉસ અને મોલમાં સ્ક્રેનિંગની નોકરી અપાવી દેવાની ખાતરી આપી હતી. તેમજ બિઝનેસ વિઝા કરાવી આપવાનુ કહીને વ્યક્તિ દીઠ .૩.૪૫ લાખની રકમ નકકી કરી હતી. જેના પગલે ફરિયાદી મોહંમદ અનીસ તેમજ મુખ્યત્યાર તથા સોહેલે રોક તથા ઓનલાઈન કુલ .૯.૭૮ લાખની રકમ આરોપીઓને આપી હતી. ગત ફેબ્રુઆરી મહિનામાં ત્રણેય યુવાનોને રશિયા મોકલવામાં આવ્યા હતા. જયા ગયા બાદ તેમના વિઝા બિઝનેસ નહિ પરંતુ વિઝિટર હોવાનો ખ્યાલ આવ્યો હતો. જેના પગલે ત્રણેય યુવાનોએ ભારતીય એમ્બેસીનો સંપર્ક કરતા વિઝિટર વિઝા કે અન્ય કોઈ વિઝા બીજામાં ક્ધવર્ટ થઈ શકે નહિ તેવો જવાબ મળ્યો હતો. ત્યારબાદ છેતરપિંડી થયાની જાણ થતાં ત્રણેય યુવાનો દોઢેક મહિનામાં જાતે ભારત આવી ગયા હતા. અહિં આવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કરાયેલ આક્ષેપ અનુસાર મિર્ઝા ઈકબાલ વડોદરામાં સયાજીગંજ ઈન્ટરનેશનલ મેન પાવર સપ્લાય નામની ઓફિસ ચલાવછે છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.