ઈડી દ્વારા ગોધરામાં ખેરના લાકડાની તસ્કરીમાં રૂ.૧૧.૩ કરોડની સંપતિઓ જપ્ત કરાઈ

ગોધરામાં ખેરના લાકડાની ગેરકાયદેસર તસ્કરીના કેશમાં ઈ.ડી. દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઈડી દ્વારા ‚ા.૧૧.૩ કરોડની ૧૪ જેટલી સ્થાવર મિલ્કત જપ્ત કરવામાં આવી છે.

ગોધરામાં ઈ.ડી. દ્વારા મુસ્તાક આદમ તાસીયા અને મોહમ્મદ તાહિર અહમદ હુસેન સહિતના આરોપીઓની કાલોલ તાલુકાના ખસાલીયા રેલ્વે સ્ટેશન નજીક આવેલ ‘મિનરલ પ્રોડકટ’ નામી ફેકટરીનો સમાવેશ થાય છે. સુત્રોની માહિતી અનુસાર આ ફેકટરીમાં મોટા પાયે ખેડુતો લાકડાનો સંગ્રહ કરી તેમાંથી પાનમાં વપરાતો કાથો અને અન્ય પ્રદાર્થનું ઉત્પાદન કરવામાં આવતું હતું. આરોપીઓ વન વિભાગની પૂર્વ મંજુરી વિના ગુજરાતના તાપી, વ્યારા, નવસારી અને નર્મદા જેવા જીલ્લાઓના સંરક્ષિત જંગલ વિસ્તારો માંથી કિંમતી ખેરના લાકડાની ગેરકાયદેસર કાપની કરવાનો આરોપછ છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જના વન અધિકારી દ્વારા નોંધાવવામં આવેલ ફરિયાદ બાદ થયો હતો. ૨૦૧૪ દરમિયાન પણ તાસ એજન્સીએ આ મામલે તપાસ હાથ ધરી હતી. જ‚રી વિગતો એકત્રિત કરી હતી.