
શહેરમાં ઇક્ધમટેક્સ પાસે એક ખાનગી ક્લિનિકમાં અજીબોગરીબ ચોરીની ઘટના બની. ધોળે દહાડે બે ગઠિયા ડોક્ટરના ક્લિનિકમાં આવ્યા. ડોક્ટરને કમરના દુખાવાનું દર્દ જણાવ્યું અને વાત વાતમાં ડોક્ટરની ઘડિયાળના વખાણ કર્યા અને દવાખાનાના ડ્રોઅરમાંથી ૫ લાખ ચોરી ફરાર થઈ ગયા હતા. જો કે આ આખીય ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ ગઈ. બંને ગઠિયા બિન્દાસ્ત રીતે સાબરમતી રિવરફ્રન્ટ પર ફરતા હતા જ્યાં પોલીસે તેઓને ઓળખી લીધા અને આખી ચોરીની ઘટનાનો પર્દાફાશ થયો હતો.
વાત જાણે એમ બની કે ગત ૩૦ નવેમ્બરના રોજ બે ગઠિયાઓ રાજકુમાર વિષ્ણુપ્રસાદ શર્મા અને બ્રિજ કિશોર ઇક્ધમટેક્સ પાસે આવેલા એક ક્લિનિકમાં ગયા હતા. કમરમાં દુખાવો થાય છે તેવી ડો. પ્રવીણ આચાર્યને રજૂઆત કરી હતી. બાદમાં આ બે ગઠિયાઓ ડોક્ટરે પહેરેલી ઘડિયાળના વખાણ કર્યા અને વાતો વાતોમાં ડોક્ટરને એવા ઉલજાવ્યા કે ડોક્ટરના ડ્રોઅરમાં રહેલા પાંચ લાખ રોકડા તેઓએ ક્યારે ચોરી લીધા તે જ ડોક્ટરને ખ્યાલ ન રહ્યો. બાદમાં ડો. પ્રવીણ આચાર્યએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ કરતા આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ગઠિયાઓએ ઘડિયાળ સરસ છે કહીને ડોક્ટર અને તેમની પત્નીની નજર ચૂકવીને ૫ લાખની ચોરી કરી હતી. આ બંને શાતિર ચોરમાંથી એકે કમરમાં દુખાવો થાય છે તેવું જણાવી ડોક્ટર સાથે વાતચીત કરી. તેઓની ઘડિયાળ સરસ છે કહીને ડોક્ટરને વાતોમાં લગાડ્યા અને બે ગઠિયા દવાખાનાના ડ્રોઅરમાં રાખેલા પાંચ લાખ ચોરી પલાયન થઈ ગયા. જોકે આ આખીય ઘટના ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ ગઈ. જે બાબતે ડોક્ટરને ખ્યાલ આવતા તેણે વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે એલસીબી ઝોન વનની ટીમ દ્વારા બંને ચોરની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન, બલેનો ગાડી તેમજ દોઢ લાખ રૂપિયા રોકડા મળી કુલ ૫.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને ચોરમાંથી કોઈ પણ વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવતો નથી. આરોપી રાજકુમાર શર્મા ચોરીનો માસ્ટર માઈન્ડ છે અને તેણે સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, જ્યારે બ્રિજકિશોર અભણ વ્યક્તિ છે. ચોરી કર્યા બાદ બંને આરોપીઓએ ૮૦,૦૦૦ ની કિંમતનો એક આઇફોન ખરીદ્યો હતો તેમજ પોતાના વતન મયપ્રદેશના ગ્વાલિયરમાં જઈને મોજશોખમાં રૂપિયા ઉડાવ્યા હતા. હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.