દે.બારીયા નગર પાલિકાના વોર્ડ નં.૬માં સામાન્ય ચુંટણીમાં બે સભ્યો કોંગ્રેસના અને બે માંથી એક ભાજપ અને એક અપક્ષ તરીકે જેને ભાજપનો સાથ હતો. કુલ ચાર સભ્યો ચુંટાઈ આવ્યા હતા. ભાજપના સભ્યોને પણ લધુમતિના વોટ મળતાતેઓ હાઈએસ્ટ વોટ મેળવીને પાલિકામાં ચુંટાયા હોય તેવો એક ઉમેદવાર છે. કોંગ્રેસના બે લેડીશ ઉમેદવાર છે. તેઓ પ્રથમ વખત ચુંટાઈ આવ્યા છે. તેમાંથી એક મહિલા ઉમેદવાર આખી બોડીમાં ઓછી ઉંમરના ઉમેદવાર ચુંટાઈને આવ્યા છે. તો વોર્ડ નં.૬ની આમ જનતા તેઓ પાસે વિકાસના કાર્યો રોડ-રસ્તા, સ્વચ્છ પીવાના પાણી મળી રહે તેવી આશાઓ સેવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં ગલાલીયા કુવા પાસે ભુર્ગભ ગટરની પાઈપો બિછાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો કસ્બા, હુસેની ચોકની ગટર ઉભરાઈ છે. તેની પાઈપો તુટેલી હોવાના કારણે તેનું ગંદુ પાણી રોડ ઉપર વહે છે. તેની તુટેલી પાઈપો નવી નાખવામાં આવે તો વિસ્તાર સ્વચ્છ રહે તેવા પ્રયત્નો સત્તાપક્ષ અને વિરોધ પક્ષના સભ્યો પાસે આશા રાખી રહ્યા છે. જ્યારે ગઈ હોળીના પર્વ પહેલા જે બાકી રહી ગયેલો આર.સી.સી. રોડ ગલાલીયા કુવા થી ૨૦૦ મીટરનો રોડ તેમજ તાલુકા કુમાર શાળા પાસેનો બાકી રહી ગયેલો આર.સી.સી. પણ બનાવવામાં આવે તેવી આમ જનતાની માંગ ઉઠવા પામી છે.