દેે.બારીઆના પુર્વ મંત્રીના બંગલાની સાફસફાઈ માટે ફાયર ફાઈટરના દુરૂ પયોગ સામે તપાસની માંગ

દે.બારીઆ નગરપાલિકાના ફાયર ફાઈટર વાહનના કથિત ખાનગી ઉપયોગને લઈને રાજકારણ ગરમાયુ છે. પુર્વ મંત્રીના પીપેરો સ્થિત નિવાસ્થાનની સાફસફાઈ અને બંગલો ધોવાના મામલે દે.બારીઆ કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે. અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા રજુઆતમાં ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે, આ સરકારી ફાયર ફાઈટર કયા અધિકારીની મંજુરીથી મોકલવામાં આવ્યુ હતુ. તેમજ તેમાં વપરાયેલુ પાણી, ડિઝલ, કર્મચારીઓનો ખર્ચ કોના આદેશથી કરવામાં આવ્યો હતો. વધુમાં સરકારી સાધન-સામગ્રીના કથિત દુ‚પયોગની પારદર્શક તપાસ થાય તે માટે ફાયર ફાઈટરના લોકબુક, મુવમેન્જ રજીસ્ટર અને ડિઝલ વપરાશના દસ્તાવેજોની ઝીણવણભરી ચકાસણી કરવાની માંગ કરી છે. કોંગ્રેસે ચિમકી ઉચ્ચારી છે કે, તપાસ દરમિયાન જો કોઈ નિયમભંગ કે સરકારી સાધનોનો દુરૂપયોગ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.