દાહોદ જિલ્લામાં ૩૧૬ મી.મી.વરસાદનો ધટાડો : ૨૦૨૬માં માત્ર ૬૩.૫૮ ટકા જ વરસાદ નોંધાયો

દાહોદ જિલ્લામાં એક વર્ષ પહેલા જે વરસાદી પાણી રસ્તા-ખેતરોમાં વહી જતુ હતુ. તે જ દાહોદમાં આ વર્ષે પાણીના ટીપા માટે આકાશ સામેમીટ માંડવી પડી રહી છે. ૨૦ સપ્ટે.સુધીના આંકડા મેઘરાજાના બદલાયેલા મિજાજની કહાની છે. ૨૦૨૫માં જિલ્લામાં ૭૦૧.૨૨ મી.મી.ની સરેરાશ સામે ૭૬૭.૨૨ મી.મી.એટલે કે, ૧૦૯.૪૧ ટકા વરસાદ પડ્યો હતો. જયારે ૨૦૨૬મા: ૭૦૯.૪૫ મી.મી.ની સરેરાશ સામે માત્ર ૪૫૧.૦૯ મી.મી.એટલે કે, ૬૩.૫૮ ટકા જ વરસાદ નોંધાયો છે. આમ એક જ વર્ષમાં ૩૧૬.૧૩ મી.મી.વરસાદ ધટ્યો છે. આ તફાવતની સીધી અસર ખેતી અને જળસંગ્રહ પર પડી રહી છે. સપ્ટેમ્બરના વરસાદે કેટલાક વિસ્તારોમાં રાહત આપી છે. પરંતુ ચોમાસાની ખોટ પુરી થઈ નથી. મકાઇ, ડાંગર સહિતના ખરીફ પાકને અંતિમ તબકકામાં મળતો વરસાદો ઉત્પાદન પર અસર કરી શકે છે. ગત વર્ષે વધુ વરસાદથી પાણી ભરાવવાની ચિંતા હતી. જયારે આ વર્ષે પાણીની ઉપલબ્ધતા ચિંતાનો વિષય છે.