ઘોઘંબા તાલુકાના મોઘાધરા-૧ ગામે વરસાદ અને વાવાઝોડાના કારણે મકાન ધરાશાઈ થતાં ઈજાગ્રસ્ત આધેડનુ સારવાર બાદ મોત નીપજયું હતુ. ધરના પશુધન પૈકી એક બકરીનુ દબાઈ જતાં મોત થયુ હતુ.
મોઘાધરા-૧ ગામના પટેલ ફળિયા ખાતે રહેતા જુવાનસિંહ બાબુભાઈ બારીયાના ધરે ગત તા.૧૩ ના રોજ વહેલી સવારે ભારે વરસાદ સાથે વાવાઝોડાના કારણે તેમનુ કાચુ મકાન અચાનક ધરાશાઈ થઈ ગયુ હતુ. મકાન પડવાના કારણે ધરમાં બાંધેલા બકરાઓ પૈકી એક બકરી કાટમાળ નીચે દબાઈ જતા મોત થયુ હતુ. આ અકસ્માત દરમિયાન ધરમાં હાજર બાબુભાઈ નનુભાઈ બારીયા પર ધરના લાકડા અને કાટમાળ પડતા તેઓ ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે સીમલીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે વેજલપુર સ્થિત ખાનગી હોસ્૫િટલ ખાતે દાખલ કરાયા હતા. જયાં તા.૧૯ ના રોજ રજા મળતા પરિવારજનો તેમને ધરે લઈ આવ્યા હતા. જયાં બીજા દિવસે બાબુભાઈ બારીયાનુ અવસાન થયુ હતુ. આ બનાવ અંગે મૃતકના પુત્ર જુવાનસિંહ બારીયાએ દામાવાવ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.