દાહોદ જીલ્લા આરોગ્ય ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ અમલમાં મુકયો

દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતના દિશા સૂચન હેઠળ ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ અમલમાં મુકાયો છે.

આ અંતર્ગત જીલ્લાના 102 પ્રાથમિક તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર વિસ્તારોમાં હેલ્થ કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં કુલ 6427 લાભાર્થીઓ (3540 સ્ત્રીઓ અને 2887 પુરૂષો)એ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

મુખ્ય આરોગ્ય સેવાઓ અને તપાસ:

સગર્ભા મહિલાની તપાસ : 334

પી.એમ.જય એ.વાય. કાર્ડ બનાવ્યા : 299

જનરલ આરોગ્ય તપાસ : 1962

એન.સી.ડી. (ડાયાબિટીસ, બ્લડપ્રેશર વગેરે) તપાસ : 2989

સિકલ સેલ તપાસ : 305

ટી.બી. તપાસ : 184

રસીકરણ સેવા : 85

કેન્સર તપાસ : 534
આ હેલ્થ કેમ્પો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિમાં વધારો થયો છે. તેમજ લોકોને સમયસર અને ગુણવત્તાયુક્ત તબીબી સેવા તેમના ગામે જ મળી રહી છે. દાહોદ જીલ્લા આરોગ્ય વિભાગનો આ પ્રયત્ન ખરેખર ગામે ગામ આરોગ્ય કિરણ રૂપે ગામડાંમાં આરોગ્યનું ઉજાસ કિરણ સાબિત થઈ રહ્યો છે.