છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખનો જાતિનો દાખલો બોગસ સાબિત થતાં મામલતદારે દાખલો જમાં કરાવવા પ્રમુખના ધરની દિવાલ પર આખરી નોટિસ ચોંટાડી

છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખની અનુસુચિત જનજાતિ દાખલો બોગસ હોવાનો સાબિત થતાં મામલતદારે દાખલો જમાં કરાવવા માટે બે વાર નોટિસ આપવા છતાં પ્રમુખે દાખલો જમાં ન કરાવતા આખરે મામલતદારે નગરપાલિકાના પ્રમુખના ધરની દિવાલ ઉપર આખરી નોટિસ ચોંટાડી દીધી છે. શિસ્તબદ્ધ હોવાની વાત કરતી ભાજપના જ નગરપાલિકાના પ્રમુખ પાસે બોગસ દાખલો હોવા છતાંય પ્રમુખની ખુરશી ઉપર ચિટકી રહ્યા હોવાની બુમો ઉઠી છે.

છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોળી અગાઉ નગરપાલિકાની ચુંટણી લડવા માટે અનુસુચિત જનજાતિનો દાખલો મામલતદાર કચેરીમાંથી મેળવ્યો હતો. તે દાખલો બોગસ કઢાવ્યો હોવાની અરજી વિશ્ર્લેષણ સમિતિમાં થતાં પ્રમુખે ૦૧/૦૧/૧૯૯૯ અને ૧૮/૦૫/૨૦૦૦ના વર્ષમાં રાઠવા અનુસુચિત જનજ્ઞાતિનો દાખલો મેળવ્યો હતો. આ દાખલાના આધારે તેઓ નગરપાલિકામાં અનુસુચિત જનજાતિ બેઠક પર વોર્ડની ચુંટણી લડ્યા હતા. અને વિજેતા થયા બાદ છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખની બેઠક પણ અનુસુચિત જનજાતિની આવતા તેઓને ભાજપ દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા હતા. ત્યારબાદ છોટાઉદેપુર નગરપાલિકાના રહેવાસીએ પ્રમુખે ખોટો દાખલો મેળવીને સુંયુકત કમિશનર વિભાગીય વિશ્ર્લેષણ સમિતિમાં અરજી કરતા ૫ુરાવાના આધારે નગરપાલિકા પ્રમુખનો જાતિનો દાખલો બોગસ હોવાનુ સાબિત થતાં વિશ્ર્લેષણ સમિતિએ મામલતદારને જાતિનો દાખલો પરત જમાં લેવા માટે આદેશ કરતા મામલતદારે બે નોટિસ નગરપાલિકાના પ્રમુખને પાઠવી જાતિનુ અસલ પ્રમાણપત્ર જમાં કરાવવા નોટિસ આપવા છતાંય પ્રમુખે જાતિનો દાખલો જમાં ન કરાવતા છોટાઉદેપુરના મામલતદાર હેતલબાળા ભાભોરે નગરપાલિકાના પ્રમુખને ધરે જઈ અને તેઓના ધરના દરવાજા પાસે દિવાલ ઉપર આખરી નોટિસ ચોંટાડી હતી. અને નોટિસમાં ઉલ્લેખ કર્યો છે કે, નગરપાલિકાના પ્રમુખે અસલ જાતિનો દાખલો દિન-૧માં ‚બ‚માં જમાં કરાવવો. પ્રમુખ મામલતદારની નોટિસની અવગણના કરી રહ્યા છે. ત્યારે શિસ્તબદ્ધની વાતો કરતા ભાજપના નેતાઓ પણ દાખલો જમાં કરવા માટે આદેશ આપતા નથી. અને પ્રમુખની ખુરશી પર ચિટકી રહ્યા છે. તંત્ર પણ તેઓને છાવરતુ હોય આજદિન સુધી સભ્ય અને પ્રમુખપદને ગેરલાયક ઠેરવ્યુ નથી. જેની ઉપર પણ અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે.