ભાવનગરમાં કાર ચોરીની ગેંગ ઝડપાઈ: પાન મસાલા દુકાનોમાં રાત્રે તાળા તોડી ચોરી કરતી ત્રણ જણાની ટોળકી, એક ઝડપાયો

ભાવનગર જિલ્લામાં રાત્રિના સમયે કાર ચોરી કરીને તેના જ વાહનથી હાઈવે પરની પાન મસાલાની દુકાનોમાં તાળા તોડી ચોરી કરતી ગેંગનો એક સભ્ય એલસીબી પોલીસે વલભીપુર તાલુકામાંથી ઝડપી પાડ્યો છે. બાકીના બે આરોપીઓને પકડવાની કવાયત ચાલુ છે. આ ગેંગના આરોપીઓ અન્ય રાજ્યના હોવાનું પણ સામે આવ્યું છે.

એલસીબી પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં વલભીપુર પંથકમાં પેટ્રોિંલગ કરતી હતી ત્યારે બાતમી મળી કે વલભીપુરના બજરંગ ચોકડી પાસે સફેદ રંગની ઇકો કાર સાથે એક શખ્સ ઊભો છે અને કાર ચોરી અથવા છળકપટથી મેળવેલી હોવાની શંકા છે. પોલીસ તરત જ સ્થળ પર પહોંચીને સલમાન આયાતુલ્લા ઉર્ફે યાતુલ્લા નૂર મહંમદ શાહને ઝડપી લીધો હતો. પૂછતાછ દરમિયાન ત્રણ જુદૃી-જુદૃી ચોરીઓનો ભેદૃ ઉકેલાયો. પૂછતાછમાં સલમાને જણાવ્યું કે આ ગેંગના ત્રણ સભ્યો છે. આરોપીઓએ બે મહિના પહેલા શિહોરમાંથી સિરાજ નુરમોહમ્મદૃ શાહ અને જગદૃીશ ઉર્ફે જીજ્ઞેશ ઉર્ફે જીગો ગોરધનભાઈ રાઠોડ સાથે મળીને સફેદ રંગની ઇકો કાર ચોરી કરી હતી.

ત્યારબાદૃ વલભીપુર હાઈવે પરની એક દૃુકાનમાંથી પાન મસાલા અને અન્ય સામગ્રીની ચોરી કરીને મુદ્દામાલ પેટલાદૃમાં મૂક્યો હતો.ત્યારબાદૃ ૧૫ દિૃવસ પહેલા બાવળા પાસે નળ સરોવર વાળા રસ્તે આવેલી પાન મસાલાની દુકાનના તાળા તોડી સિગરેટ અને પાન મસાલાની ચોરી કરવામાં આવી હતી.

આ ઉપરાંત બે દિવસ પહેલા સાણંદૃથી બીજી ઇકો કાર ચોરી કરીને ફરી નળ સરોવર-બાવળા વિસ્તારમાં પાન મસાલાનીદુકાનમાં તાળા તોડી ચોરી કરવામાં આવી હતી. આ ચોરીમાં રોકડ રકમ અને પાન મસાલાના પેકેટ્સની ચોરી થઈ હતી.

પોલીસે સલમાન પાસેથી બે લાખ ‚પિયાની િંકમતની સફેદૃ ઇકો કાર, ૮૨,૭૭૦ ‚પિયાની રોકડ, પાન મસાલા અને તમાકુના પેકેટ્સ, એક વ્યક્તિનું ડ્રાઇિંવગ લાઇસન્સ, કાળા અને પોપટી રંગની નાઈટ કીટ તેમજ એક મોબાઇલ સહિત કુલ ૨,૮૮,૭૯૮ ‚પિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સામગ્રી વલભીપુર પોલીસ સ્ટેશનમાં સોંપી દૃેવામાં આવી છે.

ઓપોલીસે સલમાનને ઝડપી લીધા છે જ્યારે બાકીના બે આરોપીઓ સિરાજ નૂરમોહમ્મદૃ શાહ (રહે. અંબરનાથ, ઠાણે) અને જગદૃીશ ઉર્ફે જીજ્ઞેશ ઉર્ફે જીગો ગોરધનભાઈ રાઠોડ (નડિયાદૃ)ને પકડવાના બાકી છે. પોલીસે તેમની શોધમાં તપાસ તેજ કરી છે.આ કેસમાં વલભીપુર પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી ચાલુ છે.