
મહિલા મંડળ દ્વારા સુંદરકાંડ પાઠ, હરિધૂન સાથે નાચતા-ઝૂમતા ફૂલો અને ગુલાલની ભક્તિમય હોળી
ઝાલોદના રામદ્વારા મંદિરમાં મહિલા મંડળ દ્વારા ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિભાવથી પરિપૂર્ણ હોળી ઉત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમની શઆત પવિત્ર સુંદરકાંડ પાઠથી કરવામાં આવી, જેમાં બહેનો શ્રદ્ધા અને સમર્પણ સાથે રામના નામસ્મરણમાં લીન બન્યા હતા.
ભજન-કીર્તન દરમ્યાન જય રામ અને સીતારામના ગુંજતા જયઘોષ વચ્ચે બહેનો ઢોલક-મંજીરાના તાલે. નાચતા-ઝૂમતા ભક્તિનો અનોખો રંગ છાંટતા નજરે પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિરસ અને આધ્યાત્મિક આનંદથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમના અંતે ફૂલોની વર્ષા અને ગુલાલ સાથે હોળી રમાઈ, જ્યાં રંગો સાથે પ્રેમ, એકતા અને સંસ્કારનો સંદેશ પણ પ્રસર્યો હતો. આ પ્રસંગે મહિલા મંડળનું આયોજન સમાજમાં ધાર્મિક ચેતના, સંસ્કાર અને સમરસતાનો સુંદર દાખલો બની રહ્યું છે.