
પ્રમુખ પંકજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સમાજ એકતા અને વિકાસ મુદ્દે ચર્ચા.
ઝાલોદ ખાતે અગ્રવાલ સમાજ દ્વારા પ્રતિવર્ષની પરંપરા મુજબ ધુળેટી પર્વ નિમિત્તે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વણકતળાઈ હનુમાનજી મંદિર ખાતે યોજાયેલી આ સભામાં સમાજના અગ્રણીઓ, યુવાનો તથા વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં એકતા, સંસ્કાર અને સામાજીક જવાબદારીનો માહોલ જોવા મળ્યો હતો.
સભાની શઆત સમાજના પ્રમુખ પંકજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. વર્ષ દરમ્યાન સમાજના જે વ્યક્તિઓનું અવસાન થયું હોય, તેમની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ત્યારબાદ સમાજના ઉત્થાન, શિક્ષણ પ્રોત્સાહન, યુવાઓને રોજગાર માર્ગદર્શન તથા સમાજમાં પરસ્પર સહકાર વધે તેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ સભ્યો દ્વારા આપવામાં આવેલા સુઝાવોનો સ્વાગત કરી ભવિષ્યમાં અમલી બનાવવાના સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યા હતા. ધુળેટી પર્વના અવસર પર સામાજીક જાગૃતિ અને એકતાનો સંદેશ આપતા વક્તાઓએ તહેવારોના આધ્યાત્મિક અને સામાજીક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમના અંતે મંદિરમાં સમાજજનો દ્વારા સામૂહિક આરતી કરવામાં આવી હતી. આરતી બાદ સૌએ સાથે મળી પ્રસાદી પે સામૂહિક ભોજન લીધું હતું. અંતમાં અગ્રસેન મહારાજના જયઘોષ સાથે સૌ સમાજજનો આનંદભેર છૂટા પડ્યા હતા.
આ રીતે ધુળેટી પર્વ નિમિત્તે યોજાયેલી સાધારણ સભાએ સમાજમાં એકતા, ભાઈચારો અને વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.