
આજના આધુનિક સમયમાં ઓનલાઇન બેંકિંગ અને ટ્રાન્ઝેક્શન્સ આપણી દિનચર્યાનો એક અવિભાજ્ય અંગ બની ગયા છે. બેંકની શાખામાં રૂબરૂ જવાની જગ્યાએ હવે તમામ આર્થિક વ્યવહારો સ્માર્ટફોન પર એક જ ક્લિકથી પૂર્ણ થઈ જાય છે. પરંતુ જે સ્માર્ટફોન આપણી દૈનિક સુવિધા માટે છે, તે જ હવે સાયબર અપરાધીઓ માટે લોકોના ખાતા સાફ કરવાનું નવું માધ્યમ બની ગયો છે. પહેલાના સમયમાં સાયબર ગઠિયાઓ માત્ર ઓટીપી મેળવીને કે ખોટા કોલ કરીને લોકોને છેતરતા હતા. પરંતુ હવે તેમણે છેતરપિંડીની એક નવી અને અત્યંત ખતરનાક શૈલી અપનાવી છે – દેશની પ્રતિષ્ઠિત અને અગ્રણી બેંકોના નામે આબેહૂબ નકલી એÂપ્લકેશન બનાવીને લોકોની આજીવન કમાણી લૂંટી લેવી. આ પ્રકારની સાયબર ઠગાઈની મોડસ ઓપરેન્ડી ખૂબ જ સુઆયોજિત અને માનસિક રમત પર આધારિત હોય છે. ગઠિયાઓ સૌપ્રથમ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓછા રોકાણે ટૂંક સમયમાં માતબર નફો આપતી લોભામણી જાહેરાતો અને રીલ્સ મૂકે છે. સામાન્ય રીતે શેરબજાર, ટ્રેડિંગ કે ઝડપી કમાણીમાં રસ ધરાવતા યુઝર્સ આવી આકર્ષક જાહેરાતો પ્રત્યે તુરંત આકર્ષાય છે. એકવાર યુઝર તે જાહેરાત અથવા રીલ પર ક્લક કરે એટલે તેમને કોઈ અજાણ્યા વોટ્સએપ કે ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે છે.
આ ગ્રુપમાં પહેલાથી જ સાયબર ગઠિયાઓના ડમી આઈડી હોય છે, જેઓ દરરોજ લાખો રૂપિયાના નફાના નકલી સ્ક્રીનશોટ મોકલીને નવા યુઝરનો ભરોસો સંપાદિત કરે છે. ભરોસો બેસી ગયા પછી સાયબર ક્રિમિનલ્સનો અસલી ખેલ શરૂ થાય છે. તેઓ ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર જેવા અધિકૃત સ્ટોરને બદલે વોટ્સએપ પર એક ડાયરેક્ટ લીંક અથવા એપીકે ફાઈલ ડાઉનલોડ કરવા માટે મોકલે છે.આ ફાઈલ ઇન્સ્ટોલ કરતાં જ યુઝરના ફોનમાં એક અપ્લીકેસન ખુલે છે, જેના પર દેશની નામાંકિત બેંકનો જ અસલી લોગો, કલર થીમ, સિક્કા અને નામ આપેલા હોય છે. જાણીતી બેંકનું નામ અને બ્રાન્ડિંગ જાઈને સામાન્ય નાગરિકને જરાય શંકા જતી નથી કે આ કોઈ ડમી અથવા હેકર્સ દ્વારા બનાવેલી ફેક એપ છે. તાજેતરમાં જ અમદાવાદના એક વેપારી સાથે પણ આ જ પ્રકારે ૫૦ લાખની માતબર રકમનો ફ્રોડ આચરવામાં આવ્યો હતો. તેમની પાસે પણ એક દેશની અગ્રણી બેંકના ભળતા નામવાળી નકલી એપ ડાઉનલોડ કરાવીને અલગ-અલગ હપ્તામાં વિશાળ રકમનું રોકાણ કરાવી લેવાયું હતું.
આ નકલી એપ્લકેશન્સનું ટેકનિકલ કોડિંગ એવી રીતે કરવામાં આવ્યું હોય છે કે તે બેંકના અસલી સર્વર સાથે જાડાયેલી હોતી નથી, પરંતુ માત્ર એક વર્ચ્યુઅલ સ્ક્રીન બતાવે છે. યુઝર જે પૈસા ટ્રાન્સફર કરે છે તે સીધા સાયબર અપરાધીઓના બોગસ એકાઉન્ટ્સમાં જમા થાય છે, જ્યારે એપની સ્ક્રીન પર યુઝરનું બેલેન્સ અને કરોડો રૂપિયાનો વર્ચ્યુઅલ નફો દેખાડવામાં આવે છે. આ નફો જાઈને પીડિત વ્યક્તિ વધુ ને વધુ પૈસા રોકવાની લાલચમાં આવી જાય છે. યુઝરનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં ૧૦૦૦ કે ૨૦૦૦ જેવી નાની રકમ પોતાના ખાતામાં વિથડ્રો (ઉપાડવા) પણ કરવા દેવામાં આવે છે. પરંતુ જ્યારે ગ્રાહક પોતાના લાખો રૂપિયાના નફાને પોતાના અસલી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે એપમાં એરર બતાવવામાં આવે છે.
ત્યારબાદ ગઠિયાઓ પ્રોસેસિંગ ફી, ઇનકમ ટેક્સ, જીએસટી કે સબ્Âસ્ક્રપ્શન ચાર્જના બહાને વધુ લાખો રૂપિયાની માંગણી કરે છે. પીડિત વ્યક્તિ પોતાના અગાઉ રોકેલા પૈસા પાછા મેળવવાની આશામાં વધુ પૈસા ટ્રાન્સફર કરતો જાય છે. અંતે, કોઈ રકમ પરત મળતી નથી, વોટ્સએપ ગ્રુપ બંધ થઈ જાય છે અને ગ્રાહકને ભાન થાય છે કે જે બેંક અને એપ પર તે આંધળો વિશ્વાસ કરી રહ્યો હતો, તે માત્ર સાયબર ગુનેગારો દ્વારા રચાયેલી એક ડિજિટલ જાળ હતી. આવા ડિજિટલ અને બેંકિંગ ફ્રોડથી બચવા માટે સતર્કતા અને ડિજિટલ સાક્ષરતા જ સૌથી મોટું શ† છે.
કોઈપણ બેંકિંગ, ડિમેટ કે ફાઇનાન્સ સંબંધિત એપ ક્યારેય] પણ વોટ્સએપ, ટેલિગ્રામ કે કોઈ અજાણી વેબસાઇટની લીંક પરથી ડાઉનલોડ ન કરવી જાઈએ. હંમેશાં ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પર જઈને બેંકના સ્પેલિંગ, ડેવલપરનું નામ અને ડાઉનલોડ્સની સંખ્યા ચકાસીને જ અધિકૃત એપ ઇન્સ્ટોલ કરવી. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર રાતોરાત અમીર બનાવી દેતી સ્કીમો, ગેરન્ટેડ શેરબજાર ટિપ્સ અને અજાણ્યા ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ્સથી સંપૂર્ણપણે દૂર રહેવું. જા ભૂલથી પણ તમારી સાથે કે કોઈ પરિચિત સાથે આવો સાયબર ગુનો બને, તો પ્રથમ ૨૪ કલાકમાં જ સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર તાત્કાલિક ફરિયાદ નોંધાવવી જાઈએ, જેથી નાણાં ફ્રીઝ થવાની શક્યતા વધી જાય.