અસીમ મુનીરે પાકિસ્તાની સેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે,શું વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ બળવો કરશે?

પાકિસ્તાનના બંધારણમાં ૨૭મા સુધારા બાદ, અસીમ મુનીર દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ બન્યા છે. હવે, જ્યાં સુધી અસીમ મુનીર જીવિત રહેશે, ત્યાં સુધી કોઈ અન્ય અધિકારી પાકિસ્તાની સેનાના વડા બની શકશે નહીં, અથવા અસીમ મુનીર પર નિર્ભર રહેશે કે તેઓ બીજા અધિકારીને આર્મી સ્ટાફના વડા તરીકે નિયુક્ત કરે. અને અસીમ મુનીર આવું કેમ કરશે? આ જ કારણ છે કે પાકિસ્તાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓમાં ગુસ્સો ભભૂકી રહ્યો છે, અને એવી આશંકા છે કે સૈન્યમાં બળવો ફાટી શકે છે.

પાકિસ્તાનના બૌદ્ધિક અને કાનૂની સમુદાયમાં ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ૨૭મા બંધારણીય સુધારાએ સરમુખત્યારશાહી તરફના વલણને વેગ આપ્યો છે. આ સુધારાએ પહેલાથી જ નબળા અને મર્યાદિત ન્યાયતંત્રને વધુ નબળું પાડ્યું છે, ખાસ કરીને સરકાર દ્વારા પસંદ કરાયેલા ન્યાયાધીશોની બનેલી નવી બંધારણીય અદાલત બનાવીને. બંધારણની કલમ ૨૪૩ માં ફેરફાર વધુ વિવાદાસ્પદ છે, જેના હેઠળ આર્મી ચીફને હવે ચીફ ઓફ ડિફેન્સ ફોસસ તરીકે માન્યતા આપવામાં આવશે, જેનો અર્થ છે કે તેમનો આર્મી, વાયુસેના અને નૌકાદળ પર સંપૂર્ણ નિયંત્રણ રહેશે.

શાહબાઝ શરીફની સરકારનો દાવો છે કે આધુનિક યુદ્ધના બદલાતા સ્વભાવને કારણે સાયબર, પરમાણુ અને પરંપરાગત યુદ્ધ માટે સંયુક્ત તૈયારી માટે આવી રચના બનાવવાની જરૂર છે. વધુમાં, ફાઇવ-સ્ટાર લશ્કરી રેક્ધને આજીવન કાનૂની પ્રતિરક્ષા આપવામાં આવી છે, જે લોકશાહી પારદશતા અને જવાબદારીના સિદ્ધાંતો માટે ગંભીર પડકાર છે. આનો અર્થ એ થયો કે જો લશ્કરી અધિકારીઓ નિર્ણય લે છે, તો તેમના પર આજીવન કેસ ચલાવી શકાતો નથી. આ અધિકારીઓ માટે સરમુખત્યાર બનવાનો માર્ગ ખોલે છે.

આ સુધારા બાદ, પાકિસ્તાન આર્મીના જોઈન્ટ ચીસ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેનનું પદ ૨૭ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ જનરલ સાહિર શમશાદ મિર્ઝાની નિવૃત્તિ પછી નાબૂદ કરવામાં આવશે. ચાર દાયકા સુધી, આ પદ ત્રણેય સશ દળો વચ્ચે સંકલન તંત્ર તરીકે કામ કરતું હતું. જો કે, આસીમ મુનીર હવે બધી સત્તા સંભાળશે. આસીમ મુનીરથી વરિષ્ઠ અને એક સમયે ચીફ ઓફ આર્મી સ્ટાફના પદ માટે મજબૂત દાવેદાર રહેલા શમશાદ મિર્ઝા ૨૭ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ નિવૃત્ત થશે, અને તેની સાથે, તેમનું પદ પણ નાબૂદ થઈ જશે. વધુમાં, આ બંધારણીય સુધારાથી પાકિસ્તાની સેનામાં ઘણા વરિષ્ઠ સેનાપતિઓની કારકિર્દીનો પણ અંત આવશે, જેના કારણે સેનાના સેનાપતિઓમાં તણાવ ઝડપથી વધશે. ઇસ્લામાબાદ પોસ્ટના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ ફેરફારથી સેનામાં પ્રભાવ માટે સંઘર્ષ વયો છે.

ખરેખર, બંધારણમાં ૨૭મા સુધારા પછી ઘણા પ્રશ્ર્નો અનુત્તરિત રહ્યા છે. આમાં નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડના નવા રચાયેલા કમાન્ડરનો દરજ્જો, થ્રી-સ્ટાર અધિકારીઓની જવાબદારીઓ કેવી રીતે પુનર્ગઠિત કરવામાં આવશે, અને નવા આર્મી સ્ટ્રેટેજિક રોકેટ ફોર્સ અને સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝન વચ્ચેના સંબંધો કેવી રીતે ગોઠવવામાં આવશે તેનો સમાવેશ થાય છે. આ જટિલ પરિસ્થિતિ વચ્ચે, મુનીર પર સત્તાનું સંતુલન જાળવવાનું દબાણ વધી રહ્યું છે. હાલમાં ડીજી આઇએસઆઇ સાથે પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે સેવા આપી રહેલા લેટનન્ટ જનરલ અસીમ મલિકને મુનીરના સૌથી વિશ્ર્વસનીય સહાયક માનવામાં આવે છે. જો કે, ઓક્ટોબર ૨૦૨૫ માં જારી કરાયેલા એક જાહેરનામામાં પણ તેમની કારકિર્દી માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. દરમિયાન, સત્તા ગુમાવ્યા પછી વાયુસેના અને નૌકાદળના અધિકારીઓમાં એક અલગ પ્રકારનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.ભારતને પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યારોનો સામનો કરવાનો વ્યાપક અનુભવ છે. પાકિસ્તાની લશ્કરી સરમુખત્યાર ઘણીવાર રાજકારણી બનવાનો પ્રયાસ કરે છે અને નેતા બન્યા પછી, ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરે છે, જેમ કે ફેબ્રુઆરી ૧૯૮૭ માં ઝિયા-ઉલ-હકની ક્રિકેટ રાજદ્વારી પછી. કારગિલ હોવા છતાં, જનરલ પરવેઝ મુશર્રફે ૨૦૦૧ માં આગ્રાની રાજદ્વારી મુલાકાત લીધી (જોકે તે નિષ્ફળ ગઈ). પાછળથી, જ્યારે ૨૦૦૬ માં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો, ત્યારે તેમણે ધોનીના વાળની પ્રશંસા કરી. તારિક અઝીઝ અને સતિન્દર લાંબા (૨૦૦૫-૨૦૦૭) વચ્ચે ટ્રેક-૨ ચર્ચા દરમિયાન કાશ્મીર પરના તેમના ચાર-પોઇન્ટ ફોર્મ્યુલા ને નોંધપાત્ર સમર્થન મળ્યું. પરંતુ કટ્ટરપંથી ઇસ્લામિક માન્યતાઓ ધરાવતા અધિકારી, આસીમ મુનીર,જ્યારે અગાઉના લશ્કરી સરમુખત્યાર કટ્ટરપંથી ઇસ્લામવાદી નહોતા. મુનીરે ઇસ્લામાબાદમાં ઓવરસીઝ પાકિસ્તાની કન્વેન્શન (એપ્રિલ ૨૦૨૫) અને બ્રસેલ્સમાં પાકિસ્તાની ડાયસ્પોરાના મેળાવડામાં (ઓગસ્ટ ૨૦૨૫) ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે ભારત સામે પરમાણુ વિનાશની ધમકી આપી છે. તેથી, અસીમ મુનીર સત્તામાં આવતાની સાથે, ભારત-પાકિસ્તાન સંબંધોમાં તણાવ ઓછો થવાની આશા ઓછી છે. ડર એ છે કે, વહેલા કે મોડા, અસીમ મુનીર પાકિસ્તાનને ભારત સાથે યુદ્ધમાં ધકેલી દેશે.