
પશ્ચિમ એશિયામાં વધતા સંકટને કારણે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઇ છે. અમરેલીમાં મોટાભાગના પેટ્રોલ પંપ ઠપ્પ થયેલા જાવા મળે છે જ્યારે કેટલાક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ-ડીઝલની અછતને કારણે લોકોની ભારે ભીડ જાવા મળી હતી. બીજી તરફ કચ્છમાં ડીઝલની અછતને પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને તેની આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની ગંભીર અછત સર્જાતા નાગરિકોથી લઇને ખેડૂતો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પશ્ચિમ એશિયામાં વધતા સંકટ તેમજ હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે જેને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો જાવા મળી રહ્યો છે. બીજી તરફ ક્રૂડ ઓઇલનો જથ્થો સમયસર ના આવતા અમરેલી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઇ છે.
સાવરકુંડલાના કુલ ૧૧ પેટ્રોલ પંપમાંથી ૧૦ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક સંપૂર્ણ ખાલી થઈ જતા પંપો બંધ કરવાની નોબત આવી છે. હાલ માત્ર ઇન્ડિયન જય કિસાન પેટ્રોલિયમ ખાતે જ મર્યાદિત માત્રામાં પેટ્રોલ ઉપલબ્ધ હોવાથી ત્યાં વહેલી સવારથી જ વાહનચાલકોની લાંબી લાંબી લાઈનો લાગી રહી છે. બાઈક, કાર, ટેમ્પો અને અન્ય વાહનો લઈને લોકો કલાકો સુધી રાહ જાતા જાવા મળ્યા હતા.
વાહન ચાલકોએ ભારતને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી ઇંધણ મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે. અનેક લોકોને કામધંધા અને દૈનિક અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. કેટલાક લોકોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે જા આગામી દિવસોમાં પણ સપ્લાય ન મળે તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.
ખેડૂતો માટે પણ હાલની પરિસ્થિતિ ચિંતાજનક બની ગઇ છે. સરકાર દ્વારા ખેડૂતોને માત્ર ૨૦૦ લિટર ડીઝલ આપવાના પરિપત્ર બાદ ખેતી કામ સાથે જાડાયેલા લોકોમાં રોષ જાવા મળી રહ્યો છે. વરસાદી સીઝન નજીક હોવાથી ટ્રેક્ટર, પાણીના એન્જિન અને ખેતીના અન્ય સાધનો માટે ડીઝલની જરૂરિયાત વધતી હોય છે ત્યારે મર્યાદિત પુરવઠાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઇંધણની અછતને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં અનિશ્ચિતતા અને ચિંતાનો માહોલ વ્યાપ્યો છે.
બીજી તરફ કચ્છમાં ડીઝલની અછતને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. કચ્છ જિલ્લામાં ડીઝલની અછતને પગલે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ડીઝલની અછતને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ડીઝલ નહીં મળે તો ટ્રાન્સપોર્ટરો હડતાળ પર જશે તેમ નક્કી કરાયું છે. આગામી ૧ તારીખ સુધીમાં ડીઝલની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.